ANKLESHWAR : ટ્રેનના AC કોચમાં બિનવારસી બેગ નજરે પડતા મુસાફરો ભયભીત બન્યા, પોલીસે બેગ ખોલી તો FSL મદદે બોલાવવી પડી

નવજીવન એક્સપ્રેસ ટ્રેનના AC કોચમાં બિનવારસી બેગ નજરે પડતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના ચુકાદાના અહેવાલો વચ્ચે આ પ્રકારની બેગ ટ્રેનમાં મળી આવતા ભયનો માહોલ સર્જાયો હતો.

ANKLESHWAR : ટ્રેનના AC કોચમાં બિનવારસી બેગ નજરે પડતા મુસાફરો ભયભીત બન્યા, પોલીસે બેગ ખોલી તો FSL મદદે બોલાવવી પડી
ટ્રેનમાં બિનવારસી બેગ નજરે પડતા મુસાફરો ભયભીત બન્યા હતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 8:26 AM

નવજીવન એક્સપ્રેસ ટ્રેન(Navjeevan Express Train)ના AC કોચમાં બિનવારસી બેગ(unattended bag) નજરે પડતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ(Ahmedabad Serial Blast)ના ચુકાદાના અહેવાલો વચ્ચે આ પ્રકારની બેગ ટ્રેનમાં મળી આવતા ભયનો માહોલ સર્જાયો હતો. મુસાફરોએ રેલવે પોલીસ(Railway Police)ને આ બાબતની જાણ કરતા અંકલેશ્વર રેલવે સ્ટેશને(Ankleshwar Railway Station) ટ્રેન થોભતાં સાથેજ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. પોલીસે સુરક્ષા સાથે બેગ ખોલતા તેમાંથી ગાંજા(Marijuana)નો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પૂર્વ ભારતની ટ્રેનોમાં નશીલા પદાર્થની હેરફેરના મામલાઓ વર્ષોથી ધ્યાન ઉપર આવે છે. ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશનો પરથી પુરી, પશ્ચિમ બંગાળ તેમજ દક્ષિણ -પૂર્વ ભારતમાંથી આવતી ટ્રેનોમાંથી અનેક વખત જનરલ કોચમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસની સતર્કતા વધી જતા ખેપપિયાઓ નશાનો કારોબાર ચાલુ રાખવા હવે મોડ્સઓપરેંડી બદલી રહ્યા છે.

જોકે માદક પદાર્થના કેરિયરો પણ હવે હાઈટેક થયા હોય તેમ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર નવજીવન એક્સપ્રેસ ટ્રેનના B-5 એસી કોચમાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો છે. એસી કોચમાં ગાંજો મળી આવાવની આ પહેલી ઘટના છે. સામાન્યરીતે આ કોચમા પૈસાદાર લોકો મુસાફરી કરતા હોવાથી પોલીસ પરેશાની ન થાય તે માટે કડકાઈ ઓછી રાખતી હોય છે જેનો લાભ ખેપિયાઓએ ઉઠાવ્યો હતો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ભરૂચ રેલવે પોલીસને એ.સી. કોચમાં બિનવારસી ટ્રોલી બેગ હોવાની માહિતી મળતા એક તરફ પેસેન્જરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પોલીસે દોડી આવી ટ્રોલી બેગને ખોલતા તેમાંથી 9 કિલો અને 204 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ જથ્થાની તપાસ માટે FSL મદદે બોલાવાઇ હતી. રેલવે પોલીસે રૂપિયા 92 હજારની કિંમતનો ગાંજો કબ્જે લઈ વધુ તપાસ પી.એસ.આઈ. એફ.એ. પારઘી એ આગળની તપાસ હાથ ધરી છે.

નવજીવન, હાવડા સહિત પૂર્વં ભારત અબે દક્ષિણની ટ્રેનોમાં જનરલ કોચમાં નશીલા પદાર્થની હેરફેર કરતા ઘણા કેરિયર પકડાયા છે. જનરલ કોચમાં ટોયલેટ કે સીટ નીચે કોથળામાં ગાંજાનો જથ્થો મૂકી કેરિયરો આસપાસ રહેતા હોય છે. જેઓ ચેકીંગમાં RPF કે GRP ને જોઈ આસાનીથી ફરાર થઈ જતા હતા. જેમાં ગાંજાનો જથ્થો પકડાઈ જતો હતો પણ કેરિયર ફરાર થઈ જતા હતા.એસી કોચમાં ખેપ મારવાનો આ પહેલો બનાવ સામે આવ્યો છે.

આ પણ વાંચો : True Story: અને અભય ચુડાસમાની આંખમાં ચમક આવી ગઈ, અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ પર છેવટે કડી મળી જ ગઈ

આ પણ વાંચો : Sabarkantha: જિલ્લામાં મનરેગા યોજના હેઠળના શ્રમિકોની રોજગારીના પૈસા નહી ચુકવતા ધારાસભ્યે ધરણાં યોજતા અટકાયત

g clip-path="url(#clip0_868_265)">