Anand : દુષ્કર્મ અને હત્યાના આરોપીનું પોલીસ સ્ટેશનમાં લંગડાવાનું નાટક ? PSIએ કાનમાં કહ્યા બાદ જ અચાનક જ હાવ-ભાવ બદલાયા, જુઓ Video
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આપણે અલગ અલગ ગુનાઓના આરોપીને પોલીસ દ્વારા શાન ઠેકાણે લાવવા માર મરાયા બાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યુ હોય તેવી ઘણી ઘટનાઓ સામે આવી છે. જે પછી પોલીસની ઘણી પ્રશંસા થઇ રહી છે. જો કે હવે આણંદ જિલ્લાના એક પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ થયા બાદ ખરેખર આરોપીઓને માર મારવામાં પણ આવે છે કે કેમ તેના પર અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.

બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાનો છે આરોપી
વાત કઇક એવી છે આણંદ જિલ્લામાં તાજેતરમાં જ એક નવાખલ ગામ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ સ્ટેશનમાં આરોપીએ તેના ગુનાની કબુલાત પણ કરી લીધી છે. તેણે સ્વીકારી લીધુ હતુ કે દુષ્કર્મ બાદ તેણે દીકરીનું ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ માસુમની લાશને મીની નદીમાં નાખી દીધી હતી. પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કર્યુ અને તેની કડક પુછપરછ પણ કરી.
આરોપીની નોટંકીનો વીડિયો
જો કે આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો છે, જ્યારે મીડિયા સમક્ષ આરોપીને લાવવાનો હોય છે ત્યારે આરોપી જેલની બહાર નીકળતા સુધી તો એકદમ સ્વસ્થ દેખાય છે. જો કે અચાનક જ એક PSIએ આરોપીને કાનમાં કંઈક કહ્યા બાદ તેનો વ્યયવહાર અચાનક બદલાઈ જાય છે. ત્યારબાદ આરોપી લંગડાવા લાગે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
આરોપી અજયના સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો શેર કરી પોલીસની કામગીરી પર ટીકા કરી રહ્યા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું આ પ્રકારે પોલીસ નાટકો કરીને ગુનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે? વીડિયોમાં પોલીસ અધિકારી અને આરોપી વચ્ચેની વાતચીત સ્પષ્ટ ન હોવા છતાં, આરોપીના વર્તનમાં આવેલો અચાનક બદલાવ અનેક શંકાઓ ઉપજાવે છે અને પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવે છે. TV9 ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી.. પરંતુ આ ઘટના આંકલાવ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે.
(વીથ ઇનપુટ-ધર્મેન્દ્ર કપાસી, આણંદ)