વાહન ચાલકો સાવધાન, હેલ્મેટ અને સીટ બેલ્ટનો દંડ ઉઘરાવાનું શરૂ કરવાનું ફરમાન, ટ્રાફિક ડ્રાઈવના નામે પરિપત્ર કરાયો

વાહન ચાલકો સાવધાન,  હેલ્મેટ અને સીટ બેલ્ટનો દંડ ઉઘરાવાનું શરૂ કરવાનું ફરમાન, ટ્રાફિક ડ્રાઈવના નામે પરિપત્ર કરાયો
વાહન ચાલકો સાવધાન, હેલ્મેટ અને સીટ બેલ્ટનો દં ઉઘરાવાનું શરૂ કરવાનું ફરમાન

આઈજીપીએ પરિપત્રમાં અમ જણાવ્યું છે કે રાજ્યમાં રોડ સેફટીની સમયાંતરે થતી બેઠકોમાં બહાર આવ્યું છે કે રોડ અકસ્માતમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ નહીં પહેરતા વધારે લોકોના મોત થયાં છે. જોકે નિયંત્રણો હળવા હતાં ત્યારે મોતની સંખ્યા વધી કે ઘટી તેની કોઇ જાણકારી આપવામાં આવી નથી.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Mar 05, 2022 | 5:22 PM

વાહનચાલકો (Drivers) પાસેથી દંડ ઉધરાવવીને સરકાર કરોડો રૂપિયાની કમાણી કરી હતી છે. કોરોના કાળમાં હેલ્મેટ (helmet) અને સિટ બેલ્ટ (seat belt) ન પહેરનાર પાસેથી દંડ લેવાનું ઓછું કરાયા બાદ હવે ફરીથી આ દંડ ઉધરાવાનું શરૂ કરવાની તૈયારી થઈ ગઈ છે. રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયુષ પટેલે પરિપત્ર (circular) કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવ (Traffic Drive) ના નામે વાહનચાલકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવા સુચના આપી છે.

કોરોનાકાળમાં માસ્ક નહીં પહેરનારા લોકોને દંડીને સરકારે મબલખ કમાણી કરી લીધી હતી. હવે કોરોના ઓછો થતાં માસ્ક પરનો દંડ રદ કરવાની માગણીઓ થી રહી છે ત્યારે આ આવક બંધ થાય તે પહેલાં જ હવે પોલીસે કમાણી કરવાનો નવો કીમિયો અપનાવ્યો છે. રોડ અકસ્માતો અટકાવવાના બહાને હેલ્મેટ અને સીટ બેલ્ટ નહી પહેરીને નિયમનો ભંગ કરનારા નાગરિકો સામે હવે રાજ્યની પોલીસ તવાઇ લાવશે અને કાયદાના બહાને સામાન્ય નાગરિકોને દંડીને કરોડો રૂપિયા ભેગા કરી લેશે.

રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયુષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવ ચલાવીને વાહનચાલકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવાનું તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જીલ્લાના વડાઓને સુચના આપી છે.

આઇજીપી પિયુષ પટેલે કરેલા પરિપત્રમાં જણાવવામા આવ્યુ છે કે, રોડ અકસ્માતમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ નહી પહેરતા વધારે લોકોના મોત થયાં છે અથવા તો ઇજાઓ પહોંચી છે. રાજ્યમાં રોડ સેફટીની સમયાંતરે થતી બેઠકોમાં સમીક્ષામાં બહાર આવ્યું હોવાની દલીલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં 6 માર્ચથી 15 માર્ચ 2022 સુધી ટ્રાફિક ડ્રાઇવ રાખવામા આવી છે. તેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવાની વાત ઉપર ભાર મુકવામા આવ્યો છે. રાજ્યના તમામ શહેરો અને જીલ્લાની કરવામાં આવેલ કામગીરીની સમિક્ષા કરવાના નામે રોજે-રોજ કેટલો દંડ કર્યો તેની તમામ માહિતી બીજા જ દિવસે આપી દેવાનો હુકમ કરવામા આવ્યો છે. તેમજ ડીજીપી સ્ટેટ બ્રિગેડના ઇમેલ આઇ.ડી ઉપર સવારે 8 વાગ્યા સુધીમાં રિપોર્ટ કરી દેવો તેવુ પણ જણાવવામાં આવ્યુ છે.

આઈજીપીએ પરિપત્રમાં અમ જણાવ્યું છે કે રાજ્યમાં રોડ સેફટીની સમયાંતરે થતી બેઠકોમાં બહાર આવ્યું છે કે રોડ અકસ્માતમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ નહીં પહેરતા વધારે લોકોના મોત થયાં છે. જોકે કોરોના કાળામાં આ નિયંત્રણો હળવા કરવામાં આવ્યા તે સમયગાળામાં આ પ્રકારે થતાં મોતની સંખ્યામાં કેટલો વધારો કે ઘટાડો થયો છે તેની કોઇ જાણકારી આપવામાં આવી નથી.

નોંધનીય છે કે, હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોના નામે સામાન્ય નાગરિકો પાસે પોલીસ તોડપાણી પણ ઘટનાઓ બનતી હોય છે. તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસને રોજના 40થી 50 મેમા વસુલવાનો ટાર્ગેટ આપવામા આવતો હોવાના કારણે પોલીસ અને પ્રજાના ઘર્ષણના બનાવો પણ છાશવારે બનતા હોય છે. તેમ છતાં વારંવાર નિયમોના નામે સામાન્ય જનતા પાસેથી ઉઘાડી લુંટ ચલાવવામા આવે છે.

આ પણ વાંચોઃ  ગાંધીનગર : યુક્રેનથી વધુ 137 વિદ્યાર્થીઓ પરત, ગુજરાતના કુલ 750 જેટલા વિદ્યાર્થીઓ પરત ફર્યાઃ જીતુ વાઘાણી

આ પણ વાંચોઃ કિવમાં ફાયરિંગ શરૂ થયું અને સૌરભે યુક્રેન છોડવાનો નિર્ણય લીધો, સૌરભની ચાર દિવસના સંઘર્ષ ગાથા જાણી તમે દ્રવી ઉઠશો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati