Khambhat: રામનવમીની શોભાયાત્રા પર હુમલાની તપાસ માટે SITની રચના, 9 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

|

Apr 13, 2022 | 4:50 PM

આણંદમાં (Anand) રામ નવમીના દિવસે શક્કરપુરામાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે રામ નવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ આ હિંસા (Violence) ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ હિંસામાં 3 મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હતુ.

Khambhat: રામનવમીની શોભાયાત્રા પર હુમલાની તપાસ માટે SITની રચના, 9 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
Khambhat Violence, Court grants 4 day remand of accused

Follow us on

રામનવમી (Ram Navmi)ના દિવસે શોભાયાત્રા દરમિયાન ખંભાત (Khambhat)માં કોમી છમકલા થયાં હતા. આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. તો ખંભાત હિંસા કેસના આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. 9 આરોપીઓના કોર્ટે આગામી 16 એપ્રિલ બપોર સુધી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં ખંભાતમાં થયેલી હિંસા અંગે ગુજરાત પોલીસે (Gujarat Police) મોટા ખુલાસા કર્યા છે. શોભાયાત્રા પર હુમલા બાદ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા..પરંતુ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ હુમલાનું કાવતરું કોના ઈશારા પર રચાયું. હુમલાના કાવતરામાં અન્ય કોઇ રાજ્યના લોકો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે.. પોલીસ તપાસ બાદ જ હુમલા અંગેનું સત્ય બહાર આવશે.લીસ તપાસ કરશે. પોલીસ તપાસ બાદ જ હુમલા અંગેનું સત્ય બહાર આવશે.

આણંદમાં રામ નવમીના દિવસે શક્કરપુરામાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, રામનવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ આ હિંસા (Violence) ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ હિંસામાં 3 મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હતુ. આ ષડયંત્રને પાર પાડવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા. જેથી સમગ્ર કેસની તપાસ હવે SIT કરશે.

મળતી માહિતી પ્રમાણે આ લોકોએ રામનવમીના આગળના દિવસે એટલે કે શનિવારે જ આ આખા ષડયંત્રને બનાવવામાં આવ્યો હતો. આ ષડયંત્ર માટે ખંભાતની બહારથી માણસો બોલાવવામાં આવ્યા હતા. કારણ કે, ખંભાતના જ લોકો હોય તો તેમની ઓળખ થઈ શકે છે. તે માટે ખંભાતની બહારના લોકોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, આ એક બાદ એક આ લોકોની ઓળખ થઈ રહી છે. આ લોકો પર વૈમન્સ્ય ફેલાવવાનો, હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ ષડયંત્રમાં કેટલા લોકોને બહારથી લાવવામાં આવ્યા હતા અને તેમને કયા કામ સોંપ્યા હતા, તે પોલીસ તપાસમાં સામે આવી ગયું છે. આ કેસમાં આ લોકોને કોણ રૂપિયાની મદદ કરતું હતું તે અંગે પણ મૌલવીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આવા કાવતરાને અંજામ આપવા માટે રૂપિયા ક્યાંથી, કઈ રીતે અને કોણે આપ્યા એ જાણવું પણ ઘણું જ અગત્યનું છે.

આ પણ વાંચો- હાર્દિક પટેલે કહ્યું, ચૂંટણી તો લડીશ જ, પણ ચૂંટણીને સાત મહિનાની વાર છે, ક્યાંથી લડીશ તે નક્કી નથી

આ પણ વાંચો-નડિયાદમાં તાન્યા અપહરણ અને હત્યાં કેસમાં આરોપી મિત પટેલ, તેની માતા અને ભાઈને આજીવન કેદની સજા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 4:49 pm, Wed, 13 April 22

Next Article