Anand: ખંભાત જૂથ અથડામણ કેસમાં તંત્ર એક્શનમાં, શક્કરપુરા વિસ્તારમાં ગેરકાયદે દબાણનો થશે સફાયો

રામ નવમીના દિવસે ખંભાતમાં (Khambhat) શોભાયાત્રામાં અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારાની ઘટના બાદ હિંસા ફાટી નીકળી હતી. જેથી હવે વહીવટી તંત્ર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યુ છે.

Anand: ખંભાત જૂથ અથડામણ કેસમાં તંત્ર એક્શનમાં, શક્કરપુરા વિસ્તારમાં ગેરકાયદે દબાણનો થશે સફાયો
Authority to demolish illegal constructions in Shakarpur, Anand
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 7:44 PM

રામ નવમીના (Ram Navmi) દિવસે ખંભાતમાં (Khambhat) થયેલી હિંસા બાદ વહીવટી તંત્ર હવે એક્શનમાં આવ્યુ છે. હિંસા ફેલાવનાર તોફાનીઓની હવે ખેર નથી. રાજ્યની શાંતિ ભંગ કરવાનો કે કાંકરીચાળો કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. યૂપી અને એમપીની જેમ ગુજરાતમાં પણ હવે તોફાનીઓ સામે બુલડોઝર (Bulldozer) રૂપે કાર્યવાહી કરવામાં આવી છે. હાલ ખંભાતમાં સંપૂર્ણ શાંતિ છે. પરંતુ શક્કરપુરા વિસ્તારમાં આગામી દિવસોમાં ગેરકાયદે દબાણનો સફાયો કરવામાં આવશે. ખંભાતમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં અસામાજીક તત્વોના ગેરકાયદે દબાણો પર તંત્રએ સપાટો બોલાવ્યો છે. શોભાયાત્રાના રૂટ પર શક્કરપુરામાં ગેરકાયદે લારી-કેબિનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

યૂપી અને એમપીની જેમ ગુજરાતમાં પણ હવે તોફાનીઓ સામે બુલડોઝર રૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લાના ખંભાતમાં છેલ્લા ઘણા સમયથી શક્કરપુરા વિસ્તારમાં અસામાજીક તત્વોએ દબાણો ઊભા કરેલા હતા. જો કે રામ નવમીના દિવસે ખંભાતમાં શોભાયાત્રામાં અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારાની ઘટના બાદ હિંસા ફાટી નીકળી હતી. જેથી હવે વહીવટી તંત્ર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યુ છે.

તંત્ર દ્વારા શોભાયાત્રાના રૂટ શક્કરપુરામાં ગેરકાયદે લારી-કેબિનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. પોલીસના મોટા કાફલા અને ટ્રેક્ટરો સાથે તોફાનીઓના દબાણો, ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવ્યા છે. ડીસ્ટ્રીક લેન્ડ રેકોર્ડના માપણી અધિકારી અને સર્વેયરોએ માપણીની કાર્યવાહી કરી હતી. શકકરપુર ગામના સર્વે નંબર 5 અને 8ની માપણીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. દબાણ અંગેનો રિપોર્ટ પ્રાંત અધિકારીને સોંપવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મહત્વનું છે કે, રામ નવમીના સરઘસ સમયે જ પથ્થરમારો કરીને તોફાનો ભડકાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં, 1 વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અનેક ઇજાગ્રસ્ત કો ઘાયલ થયા હતા. આ ઘટનાની તપાસમાં અલગ-અલગ ટીમો જોડાઈ છે. ટેક્નિકલ પુરાવા એકત્ર કરાયા છે. હિંસા ફેલાવવાનું આ પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સાઈબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું હતું. રજ્જાક હુસેન ઉર્ફે મૌલવી, જમશેદ જોરાવર પઠાણ સહીત 6 શખ્સો હતા. જેમણે સ્લીપર મોડ્યુલ આધારિત કાવતરું ઘડ્યું હતું. તોફાન પહેલા અને પછી કેટલાક શખ્સો સાથે ગુપ્ત મીટિંગ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :જામનગરઃ PM MODI ના આગમનને લઈને યુધ્ધના ધારણે તંત્રની કામગીરી, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું શિલાન્યાસ કરાશે

આ પણ વાંચો :Surat: અટલ આશ્રમમાં હનુમાનજીને જન્મોત્સવ નિમિત્તે 4100 કિલોનો વિશાળકાય લાડુનો ભોગ ધરાવાયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">