Khambhat: શક્કરપુરામાં શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા વધુ 5 આરોપીની ધરપકડ, અગાઉ પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવાશે

આણંદમાં રામ નવમીના દિવસે શક્કરપુરામાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, રામનવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ આ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 4:29 PM

ખંભાતમાં (Khambhat) રામ નવમીના(Ram navami) દિવસે થયેલી જૂથ અથડામણ બાદ સરકાર એક્શન આવી છે. ખંભાત જૂથ અથડામણ કેસમાં વધુ આરોપીઓ પકડાયા છે. શક્કરપુરામાં શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર વધુ 5 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તો અગાઉ પકડાયેલા 9 આરોપીના રિમાન્ડ પુરા થતા તેમના વધુ રિમાન્ડ મેળવવામાં આવશે. તો બીજી તરફ ખંભાત શહેરના પીઆઈની (PI) બદલી કરવામાં આવી છે. જેમાં પીઆઈ એમ.જે. ચૌધરીને લિવ રિઝર્વમાં મૂકી દેવાયા છે.

આણંદમાં રામ નવમીના દિવસે શક્કરપુરામાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારે આ કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હવે કુલ 14 આરોપીઓ સામે આ કેસ ચાલશે. પોલીસના જણાવ્યા પ્રમાણે, રામ નવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ આ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

આ હિંસામાં 3 મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હતુ. આ ષડયંત્રને પાર પાડવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા. જેથી સમગ્ર કેસની તપાસ હવે SIT કરી રહી છે. 9 આરોપીઓના કોર્ટે 16 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર ક્યા હતા. ત્યારે હવે પોલીસ આરોપીઓના વધુ રિમાન્ડ માગશે.

મહત્વનું છે કે ખંભાતમાં રામ નવમીએ થયેલી હિંસાના મામલામાં ખંભાત શહેરના પીઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં પીઆઈ એમ.જે. ચૌધરીને લિવ રિઝર્વમાં મૂકી દેવાયા છે. તેમજ શહેર પોલીસ પીઆઈ તરીકે આર.એન. ખાંટને મુકાયા છે. જ્યારે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ તરીકે કે. કે. દેસાઈને ચાર્જ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : TV9 Property Expo 2022: પ્રોપર્ટી એક્સ્પોનો આજે બીજો દિવસ, લોકો મનપસંદ પ્રોજેક્ટ પર ઉતારી રહ્યા છે પસંદગી

આ પણ વાંચો :   Hanuman jayanti 2022: હનુમાનજીને શા માટે સિંદૂર અર્પણ કરવાનો છે આટલો મહિમા ? જાણો રસપ્રદ કથા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">