Surat: અટલ આશ્રમમાં હનુમાનજીને જન્મોત્સવ નિમિત્તે 4100 કિલોનો વિશાળકાય લાડુનો ભોગ ધરાવાયો

છેલ્લા બે વર્ષથી કોરોનાના (Corona) કારણે હનુમાન જયંતીની (Hanuman Jayanti 2022) ઉજવણી શક્ય થઈ શકી નહોતી. જો કે આ વર્ષે હનુમાન જન્મોત્સવની કોરોનાના નિયમોમાં છુટછાટ સાથે ધામધૂમથી ઉજવણી થઇ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 4:32 PM

હનુમાન જન્મોત્સવની (Hanuman Jayanti 2022) દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પણ હનુમાનજીના મંદિરોમાં જન્મોત્સવ નમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. સુરતના (Surat) અડાજણ પાલ ખાતે આવેલા અટલ આશ્રમમાં (Atal Ashram) હનુમાન જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. હનુમાનજી માટે દર વર્ષે વિશાળ લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આ આશ્રમ ખાતે હનુમાન ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ. આ વર્ષે ભગવાન માટે 4100 કિલોનો વિશાળકાય લાડુ બનાવવામાં આવ્યો છે.

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે હનુમાન જયંતીની ઉજવણી શક્ય થઈ શકી નહોતી. જો કે આ વર્ષે હનુમાન જન્મોત્સવની કોરોનાના નિયમોમાં છુટછાટ સાથે ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. આ વર્ષે અટલ આશ્રમમાં 4100 કિલોનો વિશાળકાય લાડુ બનાવવામાં આવ્યો છે. આ મહાકાય લાડુનો પ્રસાદ આશ્રમમાં હનુમાન જયંતીના ઉપલક્ષ્યમાં આવનાર 25,000થી વધુ ભક્તોને પ્રસાદી રૂપે આપવાનું આયોજન કરવામાં આવ્યુ.

આ લાડુ બનાવવા માટે 1700 કિલો ખાંડ, 1, 500 કિલો ચણાની દાળ, 850 કિલો શુદ્ધ ઘી અને 150 કિલો સુકો મેવો વાપરવામાં આવી રહ્યો છે. અહીં દર વર્ષે હનુમાનજીને વિશાળકાય લાડું ધરવામાં આવે છે. તેની સાથે કેક કાપીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે મંદિર તરફથી પ્રથમવાર 4100 કિલોનો વિશાળ લાડું બનાવવામાં આવ્યો છે. આ લાડુ બનાવા માટે 20થી વધુ લોકો છેલ્લા ત્રણ દિવસથી સતત કામ કર્યું હતું.

લાડુ ઉપરાંત 15 હજાર લીટર છાશ, 2 હજાર કિલો બુંદી અને 1500 કિલો ગાંઠિયાનો પણ પ્રસાદ આપવામાં આવશે. આશ્રમમાં લાડુ બનાવવાની શરૂઆત વર્ષ 2004થી થઇ હતી. પ્રથમ વર્ષે 451 કિલોનો લાડુ બનાવામાં આવ્યો હતો. ત્યારબાદ દર હનુમાન જયંતિએ આ લાડુના વજનમાં વધારો કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરબીમાં 108 ફૂટ ઊંચી હનુમાનની પ્રતિમાનું અનાવરણ કર્યું

આ પણ વાંચોઃ Rajkot: બે દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2750 રૂપિયા થયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">