Anand : ગોકુલધામ-નાર ખાતે મહિલાઓ માટે નિઃશુલ્ક સ્તન રોગ નિદાન અને સારવાર કેમ્પનો શુભારંભ

|

Mar 20, 2022 | 6:48 PM

સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા વડતાલધામના  આચાર્ય રાકેશપ્રસાદ  મહારાજના આશીર્વાદથી સંસ્થા દ્વારા "સર્વે સન્તુ નિરામયા" હેઠળ "નિરોગી રહે નારી- એ પહેલ અમારી." મહા અભિયાનનો આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ગોકુલધામ નારથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની હાજરીમાં શુંભારંભ કરવામાં આવ્યો હતો.

Anand : ગોકુલધામ-નાર ખાતે  મહિલાઓ માટે નિઃશુલ્ક સ્તન રોગ નિદાન અને સારવાર કેમ્પનો શુભારંભ
Anand Women Stay Fir Campaign Start Governer Acharya Devvrat Present

Follow us on

આણંદ(Anand) જિલ્લાની 35 વર્ષથી ઉપરની 2.5 લાખ મહિલાનું ઘરે ઘરે જઇ નિદાન કરવામાં આવનાર છે તેના ઉદ્દઘાટન સમારંભમાં અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલધામના આચાર્ય રાકેશપ્રસાદ મહારાજએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ શાસ્ત્રી હરિપ્રકાશ – સાળંગપુર, ડૉ.સંતવલ્લભ સ્વામી-મુખ્ય કોઠારી-વડતાલ, નૌતમ સ્વામી-સત્સંગ સભાના પ્રમુખતેમજ ગુરુ પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ પ્રસંગને અનુરૂપ આર્શીવાદ પાઠવ્યા હતા.20મી માર્ચ વર્લ્ડ હેપીનેશ ડે ના દિવસથી આણંદ જિલ્લાના તારાપુર તાલુકાથી પ્રોજેક્ટ શરૂ થશે આ પ્રસંગે ધિરુભાઇ એન. પટેલ- ચીફ જજ દિલ્હી હાઇકોર્ટ, માનવ અધિકાર પંચના અધ્યક્ષ રવિભાઇ ત્રિપાઠી, મુખ્ય ચેરિટી કમિશ્નર વાય.એમ.શુકલા સાહેબ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આટલો મોટો પ્રોજેક્ટ કોઇ રાજ્યમાં થયો નથી

આ પ્રોજેક્ટ આયોજન બધ્ધ રીતે તારાપુર તાલુકાથી શરૂ થશે ઘરે ઘરે જઇ મહિલાઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવશે તેમજ તેની સારવાર પણ કરવામાં આવનાર છે.સંસ્થાના સ્વપ્ન દ્રષ્ટા સાધુ શુકદેવપ્રસાદદાસજીએ વધુમાં જણાવ્યુ હતુ કે પ્રોજેક્ટ સમગ્ર દેશમાં પહેલો વહેલો થઇ રહ્યો છે ત્યારે આ પ્રોજેક્ટથી સૌને માર્ગદર્શન પુરુ પાડશે અને આટલો મોટો પ્રોજેક્ટ કોઇ રાજ્યમાં થયો નથી.આ પ્રોજેક્ટ Helping Hand For Humanity Virginia-U.S.A ગ્રુપના શૈલેષભાઇ પટેલ અને તેમના મિત્ર મનનભાઇ શાહના સહયોગથી થઇ રહ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલેએ સંસ્થાની પ્રવૃતિઓની સરાહના  કરી હતી

જિલ્લાની 35થી વધુ ઉંમરની બહેનોની અદ્યતન અમેરિકન ડિજિટલ ચિકિત્સા પધ્ધતિથી ઘર બેઠા તપાસ કરવામાં આવશે તપાસ કરતા કઇ જણાશે તો મેમોગ્રાફી,સોનોગ્રાફી અને બાયોપ્સી કરી જરૂર જણાય તો ઓપરેશન કેમોથેરાપી અને તમામ જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલેએ સંસ્થાની પ્રવૃતિઓની સરાહના  કરી હતી રાજ્યપાલશ્રીએ યજ્ઞશાળાની ખાસ મુલાકાત લીધી હતી તેમજ ગૌપૂજન પણ કર્યુ હતું. આ પ્રોજેક્ટથી વધુમાં વધુ મહિલાઓને લાભ મળે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સમાજમાં મહિલાઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ

આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સમાજમાં માનવસેવા અને માનવ કલ્યાણના કામોની સુવાસ ચોમેર પ્રસરાવી ગુજરાતની પાવન ભૂમિ માટે વરદાનરૂપ બની રહ્યાં છે.રાજ્યપાલએ ઉમેર્યું કે ભારતીય સંસ્કૃતિમાં નારીનું અનોખું મહત્વ છે. જે સમાજમાં મહિલાઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. ભગવાન પછી સૃષ્ટિને ચલાવવાનું દાયિત્વ મહિલાઓ પર છે, ત્યારે નારીશક્તિની ચિંતા કરીને સંસ્થા દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યની જાળવણી માટે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કાર્યક્રમ દાતાઓના સહયોગથી હાથ ધરવામાં આવ્યો છે જે સરાહનીય અને અભિનંદનને પાત્ર છે

આ પણ વાંચો : સુઝુકી ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીના ઉત્પાદન માટે રૂ. 10,445 કરોડનું રોકાણ કરશે

આ પણ વાંચો : કોંગ્રેસનો આક્ષેપઃ ભાજપ સરકાર કોન્ટ્રાક્ટરો અને કાળા બજારિયાઓને રાજકીય આશ્રય આપી રહી છે

 

Published On - 5:17 pm, Sun, 20 March 22

Next Article