Anand: બોરસદમાં જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણીમાં ઋષિકેશ પટેલ કરાવશે ધ્વજવંદન
26 જાન્યુઆરીની ઉજવણી અંગે જિલ્લા કલેક્ટર દ્વારા વિશદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં સમગ્ર કાર્યક્રમ માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે કાયદો-વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આગામી 26 જાન્યુઆરીના રોજ 74માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવશે. જેમાં રાજ્યના આરોગ્ય અને જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ ધ્વજ વંદન કરાવશે. જેના માટે જિલ્લામાં સૂચારૂ આયોજન કરવામાં આવ્યું છે. બોરસદ ખાતે યોજાનાર 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન બોરસદ ખાતે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવાની સાથે આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવનાર હોઇ તેની બેઠક દરમિયાન કલેકટર દ્વારા આપવામાં આવી હતી અને તે અંગે જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
બોરસદના જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક
આગામી 26 જાન્યુઆરીના રોજ જે ઉજવણી થવાની છે તેના માટે જિલ્લા કલેક્ટર દ્વારા વિશદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં સમગ્ર કાર્યક્રમ માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે કાયદો-વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ, પાર્કિગ, સાફ-સફાઇ સહિત આનુષંગિક વ્યવસ્થાઓની વિગતવાર ચર્ચા કરી સંબંધિતોને માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
સામૂહિક આરોગ્ય કેન્દ્રનું પણ થશે લોકાર્પણ
બોરસદ ખાતે યોજાનાર 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન બોરસદ ખાતે નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવાની સાથે આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવનાર હોઇ તેની બેઠક દરમિયાન કલેકટર દ્વારા આપવામાં આવી હતી અને તે અંગે જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે આણંદ ખાતે નવનિર્મિત બોરસદ ચોકડી પાસેના બ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ,નિવાસી અધિક કલેકટર , જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં પણ થશે પ્રજાસતાક પર્વની ઉજવણી
રાજ્યમાં ઠેર ઠેર પ્રજાસતાક પર્વની ઉજવણી થશે, જેના માટે વિવિધ જિલ્લાઓમાં અત્યારથી જ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે સાથે આ દિવસે રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે .