Anand: ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા ખેડા-આણંદના નીચાણવાસના ગામોને સાવચેત રહેવાની સૂચના

|

Aug 17, 2022 | 11:26 PM

(Kheda) ખેડા જિલ્લાના માતર તાલુકાના રસીકપુર, વારસંગ તથા ખેડા તાલુકાના નાની કલોલી, મોટી કલોલી, રડુ, પથાપુરા, કઠવાડા અને આણંદ (Anand) જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા જેવા ગામોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

Anand: ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા ખેડા-આણંદના નીચાણવાસના ગામોને સાવચેત રહેવાની સૂચના

Follow us on

મહેસાણાના ધરોઈ ડેમમાંથી (Dharoi Dam) પાણી છોડાતા  ખેડા અને આણંદ જિલ્લામાં પણ નીચાણવાસના ગામોને સાવચેત રહેવા  નદીના કાંઠાના ગામો અને વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.  (Kheda) ખેડા જિલ્લાના માતર તાલુકાના રસીકપુર, વારસંગ તથા ખેડા તાલુકાના નાની કલોલી, મોટી કલોલી, રડુ, પથાપુરા, કઠવાડા અને આણંદ (Anand) જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા જેવા ગામોને અસર થવાની સંભાવના હોઇ સંબધિત ગામના નાગરિકોને સાબરમતી નદીના કાંઠે નહિ જવા તથા સાવચેત રહેવા અમદાવાદ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.સી.મકવાણાએ જણાવ્યું હતું.

સાબરમતીમાં પાણીની સપાટી વધવાની સંભાવનાને પગલે અમદાવાદના નદી કાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના સાત ગામોના નાગરિકોને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.  નાયબ કાર્યપાલક ઇજનેર, પૂર નિયંત્રણ કક્ષ, અમદાવાદ સિંચાઈ યોજના વર્તુળ અમદાવાદની  યાદીમાં જણાવ્યા અનુસાર સાબરમતી નદી ઉપર સ્થિત ધરોઈ ડેમમાં પાણીની આવકને ધ્યાનમાં લઇ પાણી છોડાઈ રહ્યું છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ધરોઈ ડેમની નીચે વાસમાં 66800  ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું, જે ક્રમશ વધીને 1,00,000 ક્યુસેક સુધીનો પ્રવાહ થઈ શકે તેમ છે.

જેથી આ અંગે અમદાવાદ શહેરના નદીકાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના આંબલિયારા, ચંડીસર, જલાલપુર વજીફા, ખત્રીપુર, રાજપુર, સરોડા તથા સાથલ તેમજ ખેડા જિલ્લાના માતર તાલુકાના રસીકપુર, વારસંગ તથા ખેડા તાલુકાના નાની કલોલી, મોટી કલોલી, રડુ, પથાપુરા, કઠવાડા અને આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા જેવા ગામોને અસર થવાની સંભાવના હોઇ સંબધિત ગામના નાગરિકોને સાબરમતી નદીના કાંઠે નહિ જવા તથા સાવચેત રહેવા અમદાવાદ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર  એમ.સી.મકવાણાએ જણાવ્યુ હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમદાવાદમાં રિવરફ્રન્ટ વોક વે કરવામાં આવ્યો બંધ

ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં સતત પાણીની આવક વધી રહી છે. જેમાં નર્મદા ડેમમાંથીપણ પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ સાથોસાથ ધરોઇ ડેમમાંથી પણ અમદાવાદની (Ahmedabad) સાબરમતી નદીમાં પાણી છોડાયું છે તેમજ આગામી સમયમાં પાણીની આવક વધી શકે તેમ છે. જેના પગલે કોપોરેશન દ્વારા સાવચેતીના ભાગરૂપે ત્રે 9 વાગ્યા બાદ રિવરફ્રન્ટ વૉક-વે બંધ કરવામાં આવશે.

હાલ સાબરમતી નદીમાં 75 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જયારે નર્મદા કેનાલ, સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું છે. નર્મદા કેનાલમાંથી 3000 ક્યુસેક પાણી છોડાયું છે.તેમજ સંત સરોવરમાંથી 12 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. જેના લીધે આવતીકાલે વહેલી સવારે સાબરમતી નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળશે. જેના લીધે વૉક-વે પર સામાન્ય નાગરીકોની અવરજવર બંધ કરાશે. આ ઉપરાંત વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા છે. જયારએ નદીનું લેવલ 127 ફૂટ જાળવી રખાયું છે.

Next Article