Anand : કોરોનાના વધતાં કેસ વચ્ચે પ્રભારી સચિવે સ્થિતિની સમીક્ષા કરી, કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા સૂચન

|

Jan 21, 2022 | 10:13 PM

આણંદના પ્રભારી સચિવે રાજયના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓનું જિલ્‍લામાં ચૂસ્‍તપણે પાલન થાય તે જોવા પર ભાર મૂકી સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

Anand : કોરોનાના વધતાં કેસ વચ્ચે પ્રભારી સચિવે સ્થિતિની સમીક્ષા કરી, કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા સૂચન
Anand Corona Review Meeting

Follow us on

ગુજરાતના(Gujarat)રાજયના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોની વિભાગના સચિવ અને આણંદ(Anand) જિલ્‍લાના પ્રભારી સચિવ મોહમ્‍મદ શાહીદે શુક્રવારે આણંદ જિલ્‍લાના શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોની કોરોના(Corona) અને આરોગ્‍ય વિષયક પરિસ્‍થિતિની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જિલ્‍લાની નગરપાલિકાઓ અને ગ્રામ્‍ય વિસ્‍તારોની આરોગ્‍ય વિષયક પરિસ્‍થિતિ રજૂ કરતું પાવર પોઇન્‍ટ પ્રેઝન્‍ટેશન રજુ કર્યું હતું જેને સચિવએ નિરીક્ષણ કર્યું હતું. બેઠકમાં સચિવ શાહીદે આણંદ જિલ્‍લામાં વર્તમાન કોવિડ-19 સંદર્ભે થયેલ કામગીરીની સમીક્ષા તથા આગામી આયોજન અંગેની વિસ્‍તૃત જાણકારી મેળવી રાજયના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓનું જિલ્‍લામાં ચૂસ્‍તપણે પાલન થાય તે જોવા પર ભાર મૂકી સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

સચિવએ કહ્યું કે કોરોના વેક્સિન જરૂરી છે જેથી જિલ્‍લામાં સો ટકા રસીકરણ થઇ જાય તે જોવા પણ સંબંધિતોને સુચવ્‍યું હતું.બેઠકમાં સચિવ શાહીદે ઉપસ્‍થિત તમામ અધિકારીઓને જિલ્‍લાના કોઇપણ નાગરિકોને આરોગ્‍ય વિષયક સુવિધાઓમાં કોઇપણ ખામી ન રહે તે અને જો કોઇ અસુવિધાઓ હોય તો તેનું કોઇપણ ભોગે તાત્‍કાલિક નિવારણ લાવવા તાકીદ કરી હતી.

આ બેઠક બાદ જિલ્‍લાના નાગરિકોને સોશિયલ ડિસ્‍ટન્‍સીંગનું પાલન કરવું, ઘરની બહાર નીકળીએ ત્‍યારે ફરજિયાત માસ્‍ક પહેરવો અને વારંવાર હાથ સેનેટાઇઝ કરતા રહેવું જેવી નાની નાની બાબતોને જીવનનો અનિવાર્ય હિસ્‍સો બનાવવા અપીલ કરી અધિકારીઓને આ પ્રતિ જાગૃત કરવા જણાવ્‍યું હતું.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

કોરોનાની વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ જિલ્‍લામાં હાલ કોરોના દર્દીઓ માટેના અલગ બેડ, ઓકિસજન ટેન્‍ક, ઓકિસજન કોન્‍સન્‍ટ્રેટર સહિતની વ્‍યવસ્‍થાઓ અંગે વિસ્‍તૃત જાણકારી મેળવી જરૂરી સૂચનો કરી જિલ્‍લામાં કરવામાં આવી રહેલ કામગીરી પ્રતિ સંતોષની લાગણી વ્‍યકત કરી હતી.

જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણીએ જિલ્‍લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે એન્‍ટીજન અને આરટીપીસીઆર ટેસ્‍ટ વધારવામાં આવ્‍યા છે તથા જે વિસ્‍તારોને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન જાહેર કરવામાં આવે છે તે વિસ્‍તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવી રહ્યું છે તેમજ જરૂરિયાત મુજબ ધન્‍વંતરી રથના રૂટ ગોઠવવામાં આવી રહ્યા હોવાની જાણકારી આપી હતી.

મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ જિલ્‍લામાં નાગરિકોનું હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સ કરવા માટે બાવન (પર)ધન્‍વંતરી આરોગ્‍ય રથ લોકોના ઘેર-ઘેર જઇ આરોગ્‍ય સારવાર પૂરી પાડવા માટે આરોગ્‍ય વિભાગની ટીમ કાર્ય કરી રહી છે. આ ઉપરાંત શહેરી વિસ્‍તારોમાં પણ ધન્‍વંતરી આરોગ્‍ય રથના માધ્‍યમથી લોકોના ઘરે ઘેર જઇ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે

જયારે કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે આમ થી તેમ ન જવું પડે તે માટે તેમને પોતાના જ ગામમાં નજીકના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર, સિવિલ હોસ્‍પિટલ-પેટલાદ અને આણંદ ખાતે ઓકિસજન બેઠ સહિતની વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ બનાવવામાં આવી હોવાની વિગતો આપી હતી.

ડૉ. છારીએ આ ઉપરાંત જિલ્‍લાના નાગરિકોને કોરોના વિષયક જાણકારી મળી રહેવાની સાથે હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્‍લા કક્ષાએ શરૂ કરવામાં આવેલ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમ શરૂ કર્યો હોવાની પણ જાણકારી આાપી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાયા, 16 લોકોના મૃત્યુ

આ પણ વાંચો :  ગુજરાતમાં સરકારે જાહેર કર્યા નવા નિયંત્રણો, રાજયના 27 શહેરોમાં રાત્રિ કરફ્યુ 

Published On - 10:10 pm, Fri, 21 January 22

Next Article