ગરીબોના ખિસ્સા પર વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં વધારો
લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ગરીબોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે. અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલ સવારથી અમુલ દૂધના નવા ભાવ લાગુ પડશે.
લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ગરીબોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે. અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલ સવારથી અમૂલ દૂધના નવા ભાવ લાગુ પડશે.
લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ આવતીકાલથી જ લાગુ કરવામાં આવશે. એટલે કે ચૂંટણી પહેલા 64 રૂપિયે પ્રતિ લિટર મળતા દૂધના તમારે હવે 66 રૂપિયા ચુકવવા પડશે. દૂધના ભાવ વધતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાશે તો ગરીબોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે.
અમૂલના નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ 500 મિલીના રૂપિયા 32ના બદલે હવે 33 રૂપિયા ચુકવવા પડશે. અમૂલ તાજા 500 મિલીના 26થી વધીને 27 રૂપિયા કરવામાં આવ્યા છે. અમૂલ શકિત 500 મિલીના 29થી વધારી 30 રૂપિયા કરવામાં આવ્યા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ બ્રાન્ડમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
નવા ભાવ વધારા બાદ અમૂલ ભેંસના દૂધની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટર થશે જ્યારે અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા થશે. આ સિવાય અમૂલ શક્તિની કિંમત 60 રૂપિયા સુધી પહોંચી જશે અને અમૂલ ગાયના દૂધ માટે ગ્રાહકોએ પ્રતિ લિટર 56 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય અમૂલ તાઝાની કિંમત 54 રૂપિયા અને અમૂલ ટી-સ્પેશિયલની કિંમત 62 રૂપિયા પ્રતિ લિટર હશે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..