Lumpy Virus: પાટણ, બનાસકાંઠા અને અમરેલીમાં વધી રહ્યા છે કેસ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી

રાજ્યના અનેક જિલ્લાઓમાં લમ્પી વાયરસના કેસોમાં સતત વધારો નોંધાતો જઇ રહ્યો છે. જેને લઇને હવે સરકાર પણ એક્શનમાં આવી ગઇ છે. લમ્પી સ્કીન ડિસીઝની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી છે.

Lumpy Virus: પાટણ, બનાસકાંઠા અને અમરેલીમાં વધી રહ્યા છે કેસ, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 4:13 PM

સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં લમ્પી વાયરસે (Lumpy virus) હાહાકાર મચાવ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં લમ્પી વાયરસના કેસોમાં સતત વધારો નોંધાતો જઇ રહ્યો છે. જેને લઇને હવે સરકાર પણ એક્શનમાં આવી ગઇ છે. લમ્પી સ્કીન ડિસીઝની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી છે. અસરગ્રસ્ત ગામોની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોના પશુઓના વિનામૂલ્યે રસીકરણ (Vaccination) માટે યુદ્ધના ધોરણે કેમ્પેઇન મોડમાં કાર્યવાહી હાથ ધરવા સીએમએ તાકિદ કરી છે.

પાટણમાં સંક્રમણ અટકાવવા પ્રયાસ

પાટણ જિલ્લામાં લમ્પી વાયરસની એન્ટ્રીથી હડકંપ મચી ગયો છે. જિલ્લામાં 50થી વધુ પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. જિલ્લા પશુપાલન વિભાગની ટીમે સરવેની કામગીરી શરૂ કરી દીધી છે. વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાંતલપુરના તાલુકાના 5 ગામ અને સમી તાલુકાના 2 ગામોમાં પશુઓ અસરગ્રસ્ત થયા છે. સાંતલપુર ગામના ગામોની વાત કરીએ તો, દાત્રાણા ગામમાં 26, વોવા ગામમાં 4, ધોકાવાડા ગામમાં 3, સાંતલપુરમાં 15 અને અબીયાણા ગામમાં 2 પશુઓને લમ્પી વાયરસ થયો છે. જ્યારે સમી તાલુકાના જાખેલ ગામમાં 5 પશુઓ અને લાલપુર ગામમાં 1 પશુને લમ્પી વાયરસની અસર જોવા મળી છે.

બનાસકાંઠામાં 15થી વધુ પશુના મોત

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસથી કુલ 15 પશુઓનાં મોત થયા છે. એક જ દિવસમાં 266 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ 844 પશુઓ અસગ્રસ્ત થયા છે. લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા માટે બનાસડેરીનું તંત્ર સક્રિય થઈ ગયું છે. ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત બનાસ ડેરીનો વેટેનરી સ્ટાફ અને પશુવિભાગના કર્મચારીઓ ગામડાઓમાં ફરી રહ્યા છે અને લોકોને લમ્પી વાયરસ ફેલાતો અટકાવવા માટેની સમજણ આપી રહ્યા છે. ગઈકાલે સુઈગામના લીંબુડી ગામે પશુપાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

અમરેલીમાં પશુપાલકોએ સહાયની માગ કરી

અમરેલીના બાબરાના ગ્રામ્ય પંથક જામબરવાળા, દરેડ, શિરવાણિયા અને ઇશ્વરિયામાં લમ્પીની અસર જોવા મળી રહી છે. નાની કુંડળ સહિતના ગામોમાં વાયરસ કર્યો છે. પાંચાળ વિસ્તારના મોટા ભાગના ગામોમાં પશુ બીમાર જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં 10 દિવસ પેહલા ઇશ્વરિયા ગામે 10 જેટલી ગાયોનાં મોત નિપજયા હતાં. જેને લઇ પશુપાલકોને આર્થિક નુકસાન થયું છે. જેથી પશુપાલકો સરકાર સહાય અને દવા આપે તેવી માગ કરી રહ્યાં છે.

 યુદ્ધના ધોરણે કામગીરી

  • અસરગ્રસ્ત 15 જિલ્લાના 1126 ગામોમાં 3.10 લાખ નિરોગી પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું.
  • રોગના સર્વે-રસીકરણ અને સારવારની કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં 152 વેટરનરી ઓફિસર્સ અને 438 લાઇવ સ્ટોક ઇન્સપેક્ટર્સને કામગીરી સોપવામાં આવી.
  • ટોલ ફ્રી નંબર 1962 પર 24×7 સેવા દ્વારા પશુપાલકોને લમ્પી સ્કીન ડિસીઝ અંગેની જરૂરી જાણકારી આપવામાં આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">