AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi એ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો, વિકાસના મંત્ર સાથે આપ્યા આ મહત્વપૂર્ણ નિર્દેશો

BJP CM Meeting: પીએમ મોદી (PM Modi) 4 કલાકથી વધુ સમય સુધી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં હાજર રહ્યા હતા. તેમણે આ સમયગાળા દરમિયાન ભાજપ શાસિત રાજ્યોના 12 મુખ્ય પ્રધાનો અને 8 નાયબ મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરી હતી.

PM Modi એ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો, વિકાસના મંત્ર સાથે આપ્યા આ મહત્વપૂર્ણ નિર્દેશો
PM Modi took part in the meeting of Chief Ministers.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 8:39 AM
Share

ભાજપ (BJP) શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની એક મહત્વપૂર્ણ બેઠક રવિવારે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે યોજાઈ હતી. આ બેઠકનું નેતૃત્વ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) પણ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ રાજ્ય સરકારોના કામકાજમાં સુધારો કરવાના હેતુથી મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનોને મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપી હતી. રવિવારે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં પીએમ મોદી 4 કલાકથી વધુ સમય સુધી હાજર રહ્યા હતા. તેમણે આ સમયગાળા દરમિયાન ભાજપ શાસિત રાજ્યોના 12 મુખ્ય પ્રધાનો અને 8 નાયબ મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરી હતી.

રવિવારે ભાજપની મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં પીએમ મોદીએ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. PMએ મુખ્ય પ્રધાનો પર સ્થાનિક સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો હતો. તેમને કહ્યું કે આ માટે શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. તેમજ યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત કરવી જોઈએ. પીએમએ કહ્યું કે તમામ મુખ્યમંત્રીઓએ સુશાસન દ્વારા સ્વતંત્રતાના અમૃતને અંત્યોદયના યુગમાં બદલવાનો પ્રયાસ કરવો જોઈએ.

રાજ્યોને આપવામાં આવેલ મહત્વપૂર્ણ સૂચનાઓ

રવિવારે બીજેપી હેડક્વાર્ટરમાં યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોસંવર્ધનના મહત્વ અને તેને લોકપ્રિય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમએ પાક ઉત્પાદન અને ઉત્પાદકતામાં નેનો-ખાતરની સકારાત્મક અસર અને તેનો ઉપયોગ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. PM એ અમૃત સરોવર મિશનની પ્રગતિ પર ભાર મૂક્યો અને દરેક જિલ્લામાં 75 થી વધુ તળાવો બાંધવાના લક્ષ્ય પર કામ કરવાની સલાહ આપી. આ દરમિયાન પીએમએ આગામી 13 થી 15 ઓગસ્ટ સુધી ચાલનારા હર ઘર ત્રિરંગા અભિયાનની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી.

પીએમ મોદીએ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી

આ બેઠક બાદ બીજેપી દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે આમાં પીએમ મોદીએ કેન્દ્ર સરકારની ઘણી મહત્વની યોજનાઓ વિશે પણ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે આ યોજનાઓને વધુ સારી રીતે લોકો સુધી પહોંચાડવાની સૂચના પણ આપી છે. આ પછી પીએમ મોદીએ એક ટ્વિટ પણ કર્યું. જેમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકમાં અમને રાજ્યોના કામકાજ પર ચર્ચા કરવાની તક મળી. આ દરમિયાન કેન્દ્ર સરકારની યોજનાઓનો વ્યાપ વધારવા સહિત અન્ય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">