AMRELI : સાવરકુંડલાના ધાર ગામે ખેડૂત પરિવારની માતા અને પુત્રીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
Suicide in Amreli : દીકરીનો લગ્ન પ્રસંગ નજીક હોય આર્થિક સ્થિતિ નબળી હોવાથી પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

AMRELI : Mother and daughter of a farmer's family commit suicide by hanging in Dhar village of Savarkundla
AMRELI : અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ધાર ગામે ખેડૂત પરિવારની માતા અને પુત્રીએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાતકરી લેતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. દીકરીનો લગ્ન પ્રસંગ નજીક હોય આર્થિક સ્થિતિ નબળી હોવાથી પગલુંભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંને માતા-પુત્રીએ પોતાના ઘરે જ વહેલી સવારે સાડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને માતા-પુત્રીના મૃતદેહને પી.એમ.માટે સરકારી દવાખાને લાવવામાં આવ્યા છે.