Amreli: પ્રેમને નથી નડતા કોઈ સીમાડા, રાજુલાના યુવકે કેનેડિયન યુવતી સાથે હિંદુ વિધિવિધાનથી કર્યા લગ્ન, કપલ બન્યુ આકર્ષણનું કેન્દ્ર
Amreli: રાજુલાના એક યુવકે કેનેડાની યુવતી સાથે હિંદુ વિધિવિધાનથી ધામધૂમથી લગ્ન કર્યા. આ લગ્નમાં યુવતીનો પરિવાર પણ રાજુલા આવ્યો હતો. વિદેશી યુવતીના હિંદુ ધાર્મિક વિધિવિધાનથી યોજાયેલા આ લગ્ન આસપાસના લોકોમાં જબરુ આકર્ષણ જમાવ્યુ હતુ.
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરના દિનેશભાઇ પડીયા નામના પુત્ર જય યુવક વર્ષોથી કેનેડા અભ્યાસ કરતો હતો. જેના કારણે કેનેડાની યુવતી સંપર્કમાં આવતા બને પરિવાર લગ્ન કરવા માટે આગળ આવ્યા અને 22-02-2023ના રોજ રાજુલા શહેરમાં હિન્દૂ ધર્મ શાસ્ત્રો પ્રમાણે લગ્નોત્સવ યોજાયા. જેમાં કેનેડાના નિવાસી નોમરલીટો એબાડીયરની પુત્રી પોલીન સાથે વિવાહ યોજાતા સમગ્ર શહેરમાં યુવક યુવતી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપરાંત રાજુલા શહેરના યુવકે વિદેશી યુવતી સાથે લગ્નોત્સવ પ્રથમ વખત થવાના કારણે લોકોએ પરિવારને પણ આવકાર્યા હતો.
કેનેડાની યુવતીનો પરિવાર લગ્ન માટે રાજુલા આવ્યો
યુવક કેનેડા અભ્યાસ કરતો હતો અને ખાનગી કંપનીમાં કોઈ નોકરી કરતો હોવાને કારણે માત્ર લગ્ન કરવા માટે જ રાજુલા આવ્યા હતા અને કેનેડાની યુવતીનો પરિવાર સહિતના લોકો પણ રાજુલા શહેરમાં આવ્યા હતા. પટેલ વાડી ખાતે હિન્દુ ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે લગ્ન વિધિ કરી વિવાહના તાતણે બંધાયા છે.
કોલેજમાંથી જ મળી ગઈ હતી આંખો અને લગ્નના તાંતણે બંધાયા
ટીવી નાઇન ડિજિટલ દ્વારા જય પડીયાનો સંપર્ક કરતા જણાવ્યુ હતુ કે તે વર્ષ 2018થી હું કેનેડા સ્થાયી થયો છે અને અમે ત્યાં પહેલા કોલેજ સાથે કરતા હતા અને પછી લવ મેરેજ કર્યા અને પરિવાર સાથે ધામધૂમ પૂર્વક લગ્ન કર્યા હાલમાં હું અને મારી પત્ની બંને જોબ કર્યે છીએ. હિન્દુ ધર્મ મુજબ પરિવારની હાજરીમાં લગ્નમાં જોડાયા હતા.
આ પણ વાંચો: Breaking News: અમરેલીમાં 24 કલાકમાં આવ્યો ભૂકંપનો ત્રીજો આંચકો. 8.18 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપ
પ્રેમને નથી નડતા ભાષાના બંધન, નથી નડતા કોઈ સીમાડા
પ્રેમ માટે એવુ કહેવાય છે કે પ્રેમને કોઈ ભાષાના કે સરહદોના સીમાડા નડતા નથી. ત્યારે જય પડીયા અને કેનેડાની યુવતીના કેસમાં આવુ સ્પષ્ટ દેખાઈ આવે છે. બંને યુવક યુવતીએ એકબીજાને પસંદ કર્યા તો તેમના પરીવારે પણ બંનેનો પ્રેમથી સ્વીકાર કર્યો. પ્રેમમાં ત્યાગ, સમર્પણ અને સ્વીકારભાવ હોય તો તેને મંઝીલ મળી જ જાય છે. ત્યારે કેનેડાની યુવતી પણ લગ્ન માટે હજારો કિલોમીટરનું અંતર કાપી જય સાથે લગ્ન કરવા માટે રાજુલા આવી જે યુવક માટેની તેની લાગણીનો પુરાવો છે.
ઈનપુટ ક્રેડિટ- જયદેવ કાઠી- રાજુલા