જૂની વાવમાંથી મળ્યું શિવલિંગ, ગામના લોકોએ કહ્યું સ્થળ પુરાતત્વ વિભાગને સોંપીને પર્યટન સ્થળ તરીકે વિકસાવો

|

Jun 26, 2022 | 11:37 AM

અમરેલી(Amreli) જિલ્લાના દેવળિયામાં પુરાતન વાવમાંથી શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારે હવે ગામના સરપંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે આ સ્થળનો હેરિટેજ તેમજ પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવે.

જૂની વાવમાંથી મળ્યું શિવલિંગ, ગામના લોકોએ કહ્યું સ્થળ પુરાતત્વ વિભાગને સોંપીને પર્યટન સ્થળ તરીકે વિકસાવો

Follow us on

અમરેલીના (Amreli) દેવળીયા ગામે એક પુરાતન વાવ (Step-wall) મળી આવી હતી. જેમાં આ વાવની સાફ-સફાઈ કરતા અંદરથી એક શિવલિંગ નીકળ્યું હતું.  ગામલોકોએ એ સમયે શિવલિંગની વિધિવત રીતે સ્થાપના પણ કરી હતી ત્યાર બાદ અહીં વધું ખોદકામ કરતા અંદરથી અતિ પૌરાણિક કમાનો મળી આવી  હતી.  આશરે 42 ફુટ જેટલું ખોદકામ કરાતા 10 ફૂટ પહોળાઈ અને 14 ફૂટની ઉંચાઈની કમાન જોવા મળી હતી. આથી સરપંચ સહિત ગામના  લોકોએ આ સ્થળને  હેરિટેજ સ્થળ(Heritage Structure)તરીકે વિકસાવવા માંગ કરી છે અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

ગામના સરપંચ ભાવનાબહેન સુખડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આપી વિગતો

દેવળીયાના સરપંચ ભાવનાબેન સુખડીયાએ જણાવ્યું  હતું કે, વર્ષો અગાઉ વાવ દાટી દેવામાં આવી હતી,  પરંતુ તે ક્યારે દાટી દેવામાં આવી તેની માહિતી નથી. ગામના વયોવૃદ્ધો પણ આ વાવ અને શિવલિંગની સ્થાપના અંગે કોઈ માહિતી નથી આથી  સ્પષ્ટ છે કે આ વાવમાં રહેલું શિવલિંગ ઘણું પ્રાચીન છે.  શિવલિંગ અપૂજ ન રહે તે માટે  વર્ષ 2005-06માં તેને બહાર કાઢીને તે જગ્યા સ્વચ્છ કરવામાં આવી હતી. શિવલિંગને શાસ્ત્રોક્ત વિધી દ્વારા આ વાવના મેદાનમાં આવેલા અન્ય શિવાલયમાં પધરાવવામાં આવ્યું હતુ અને હાલમાં આ શિવલિંગની પૂજા ગામના ઉપ સરપંચ ધર્મિષ્ઠાબહેન ભાવેશભાઈ તથા અમરેલીના પ્રવિણભાઈ છોટાલાલ દ્વારા કરવામાં  આવે છે જોકે ગ્રામજનોએ એમ કહ્યું કે શિવલિંગના સ્થળમાં ફેરફાર ન કરી શકાય આથી પહેલા લોખંડના પગથિયા કે સીડી મૂકવા વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેટલી રકમ ન હોવાથી તે શ્રમદાન કરીને બનાવવું તેવો વિચાર કરવામાં આવ્યો હતો. વાવનો હાલમાં બીજો માળ ખોલવામાં આવ્યો છે. જેને 1 થી 2 લાખાના શ્રમદાનથી ચોખ્ખો કરવામાં આવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

The Sarpanch of Devlia wrote a letter to the Chief Ministerત્યારે આ સ્થાન નું પૌરાણિક મહત્વ શું છે તેની તપાસ પુરાતત્ત્વ વિભાગ દ્વારા થાય અને તેનો વિકાસ થાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે અને દેવળીયા ગામમાં  ગ્રામ સભા મળી જેમાં જે જગ્યાએ શિવલિંગ મળ્યું ત્યાં જ શિવલિંગ સ્થાપન કરવાનું ગ્રામસભામાં નક્કી થયા બાદ શિવલિંગ મળ્યું એ જગ્યાએ ખોદકામ શરૂ કરતા 10 ફૂટની કમાન ગેઇટ વાળી જગ્યામાં પ્રથમ એક ગેઇટ જોવા મળ્યો ને જોત જોતા એ અતિ પૌરાણિક વાવ હોવાના ચિહ્નો જોવા મળતા દેવળીયા વાસીઓ આશ્ચર્ય ચકિત થઈ ગયેલા.  પ્રાંત અધિકારીએ પણ આ સ્થળની મુલાકાત લીધી હતી.

 

Published On - 11:29 am, Sun, 26 June 22

Next Article