ગુજરાત એક ખૂબ જ મોટો સાંસ્કૃતિક વારસો ધરાવે છે

હાલમાં જ અમરેલીના દેવળીયામાં 3 માળની પ્રાચીન વાવ અને શિવમંદિર મળી આવ્યા છે

વાવ દાટી દેવામાં આવી છે તે ગામના 100 વર્ષના વૃદ્ધ કે વડવાઓને નથી પણ ખબર

3 માળની આ વાવામાં ઉપરનો 1 માળ નષ્ટ થઈ ગયો છે તેમજ તેનાં 2 માળ હજુ સુધી હયાત જ છે

વાવ જમીનમાં 48 ફૂટ ઊંડે સુધીનું બાંધકામ ધરાવે છે

એક માન્યતા મુજબ મુગલ શાસનકાળમાં ત્રાસના કારણે હિંદુ મંદિરો બંધ કરાવવામાં આવ્યા હતા ત્યારથી આ દટાયેલું હશે

અમરેલીના પ્રાંત અધિકારીઓએ સ્થળ પર લીધી હતી મુલાકાત 

આ અહેવાલ રાજ્યના પુરાત્તત્વ વિભાગને મોકલવામાં આવશે

લોકો આ સ્થળ (વાવ) જોવા આવી શકે તે માટે તેનો જીર્ણોદ્ધાર કરાશે 

મંદિરમાં ધામધૂમથી મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે

વાવની અંદર લાઈટીંગ કરવામાં આવશે તેમજ પર્યટન માટેનું સ્થળ બનાવવામાં આવશે

આ વાવ માટે લગભગ 10 લાખ જેટલા ખર્ચનો અંદાજ છે