AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલીમાં હવે DIG રાજન સુશરા દર મહિને બેવાર મળશે, અરજદારો રૂબરૂ સંપર્ક કરી જણાવી શકશે સમસ્યાઓ

અમરેલી જિલ્લામાં હવે DIG રાજન સુશરા મહિનામાં બે વાર મુલાકાત લેશે. તેઓ પોલીસ સ્ટેશનોનું નિરીક્ષણ કરી અરજદારોની સમસ્યાઓ સીધી સાંભળશે અને તેનો ન્યાયી ઉકેલ લાવશે. આ નવી પહેલથી પોલીસ કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી વધશે. DIG રાજન સુશરા આ કામગીરીનો સીધો અહેવાલ DGP અને રાજ્ય ગૃહ વિભાગને આપશે, જેથી નાગરિકોને ઝડપી ન્યાય મળી શકે.

અમરેલીમાં હવે DIG રાજન સુશરા દર મહિને બેવાર મળશે, અરજદારો રૂબરૂ સંપર્ક કરી જણાવી શકશે સમસ્યાઓ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2026 | 9:20 PM
Share

ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં પ્રભારી મંત્રીઓ મહત્વની જવાબદારી સોંપી કામગીરી હાથ ધરી છે. દરેક જિલ્લામાં પ્રભારી મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે એવી જ રીતે રાજ્યના ગૃહ વિભાગ તરફથી અલગ અલગ જિલ્લામા 35 જેટલા ડીઆઈજી કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામા આવી છે. અમરેલી જિલ્લામાં રાજન સુશરાને જવાબદારી સોંપવામાં આવી છે અમરેલી જિલ્લામાં વર્ષ દરમ્યાન દર માસે બે દિવસ માટે મુલાકાત લઈ તેની કામગીરીનો અહેવાલ DGP અને રાજ્ય ગૃહવિભાગને મોકલવાનો રહેશે.

અમરેલી જિલ્લામાં DIG રાજન સુશરા શુ કરશે?

એક માસના પ્રથમ અઠવાડિયે ટુર પ્રોગ્રામ બનાવી તેની નકલ અગાઉથી અમરેલી જિલ્લા પોલીસ વડાને મોકલવાની રહેશે બીજા અને ત્રીજા અઠવાડિયામાં પ્રોગ્રામ પૂર્ણ કરી કાર્યવાહીનો અહેવાલ માસના ચોથા અઠવાડિયામાં ગૃહ વિભાગ અને ડીજીપીને મોકલવાનો રહેશે અને અમરેલી SP,DYSP, પોલીસ સ્ટેશન સહિત કચેરીની મુલાકાત લેવાની રહેશે. વર્ષ દરમ્યાન જિલ્લાના મહત્તમ પોલીસ સ્ટેશન આવરી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની રહેશે.

પોલીસમાં રજુઆત કરનારાને સીધા ન્યાય નહીં મળ્યો હોય તો DIGને મળી શકશે

મુખ્યમંત્રી કાર્યાલય, નાયબ મુખ્યમંત્રી કાર્યાલય, ગૃહ વિભાગ તરફથી મળતા પત્રો, DGP અને મુખ્ય પોલીસ અધિકારીઓની કચેરીના રેફરેન્સ, પોલીસ અધિક્ષક કચેરીઓ તરફથી મળતી અરજીઓ તથા સ્થાનિક કક્ષાએ આવેલ અરજદારોની અરજીઓનું યોગ્ય અને સમયમર્યાદામાં નિરીક્ષણ થયેલ છે કે કેમ?તે જોવાનું રહેશે તેમજ દફતરે કરેલ અરજીઓ પેકી 10થી 15 અરજદારોને રૂબરૂ સંપર્ક કરીને ખરેખર તેઓની અરજીઓ દફતરે કરવા લાયક હતી કે કેમ.?તેની ચકાસણી કરવાની રહેશે.

પ્રભારી મંત્રી સરકારને રિપોર્ટ આપે એ જ રીતે DIG સીધો રિપોર્ટ DGPને કરશે

DIGને દર માસે એક કે બે પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ અરજદારોની અરજી ચકાસી અરજદારોને રૂબરૂ મળવાનું રહેશે. ઉક્ત વિઝિટ અંગેની સૂચના સંબંધિત પોલીસ વડાને લેખિતમાં આપવાની રહેશે અને તેનો અહેવાલ રાજ્યના પોલીસ વડા અને ગૃહ વિભાગને અહેવાલ આપવા સુચનનું અચૂક પાલન થયું છે. તેની ડીજીપી તમામ મળેલ અહેવાલની ચકાસણી કરી ગૃહ વિભાગને મોકલી આપશે.

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલીમાં ઉદ્યોગપતિના પુત્રની હેલિકોપ્ટરમાં આવી જાન, Video થયો વાયરલ

Follow Us
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
g clip-path="url(#clip0_868_265)">