Amreli: પહેલાં વરસાદનાં પાણીમાં જ પૂર ! બે કલાકના વરસાદમાં છલકાઈ ઉઠી જરખીયા નદી

|

Jun 08, 2022 | 1:34 PM

પ્રિ -મોન્સૂન એકટિવિટીના ભાગ રૂપે અમરેલીમાં (Amreli)પણ વરસાદ ખાબક્યો હતો. ત્યારે માત્ર બે કલાકના વરસાદમાં લાઠીના જરખીયાની સ્થાનિક નદી છલકાઈ ઉઠી હતી અને પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી.

Amreli: પહેલાં વરસાદનાં પાણીમાં જ પૂર ! બે કલાકના વરસાદમાં છલકાઈ ઉઠી જરખીયા નદી
flood in Amreli lathi river

Follow us on

ગુજરાતમાં ગત રોજ વિવિધ જિલ્લાઓમાં પહેલા વરસાદે(Monsoon) દસ્તક દીધી હતી અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે અમરેલી (Amreli)જિલ્લાના લાઠી શહેરની નજીક આવેલા જરખીયા ગામની નદી પાણીથી છલકાઈ ગઈ હતી. ઉનાળામાં સૂકી ભઠ્ઠ થઈ ચૂકેલી નદીમાં પાણી આવતા ગ્રામજનો ખુશખુશાલ થઈ ગયા હતા . વરસાદ વરસતા સ્થાનિક નાળા પણ પાણીથી ભરાઈ ગયા હતા. વર્ષા ઋતુના પ્રથમ વરસાદમાં નદીમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોએ આ બાબતને સારો વરતારો માની ચોમાસામાં સારો વરસાદ થવાની આશા પણ વ્યક્ત કરી હતી.

અમરેલીમાં વાતાવરણ બન્યું આહ્લાદક

અમરેલી જિલ્લામાં  આકરી ગરમી બાદ પલટાયેલા વાતાવરણને  પગલે  વાતાવરણમાં  ઠંડક વ્યાપી ગઈ હતી. સાથે સાથે પહેલા વરસાદના આગમનને ગ્રામજનએ ઉત્સાહથી વધાવી  લીધું હતું.  ઉનાળાના સમયમાં નદી નાળા સૂકાઈ  ગયા હતા તેને આ ટૂંકા ગાળા માટે આવેલા વરસાદને પગલે નવજીવન મળ્યું હતું.  માત્ર બે કલાક વરસેલા વરસાદને પગલે  નદીમાં નવા નીર આવ્યા હતા અને  નદીમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.  વરસાદના આગમનના પગલે  ગ્રામજનો સહિત ખેડૂતો અને બાળકો  પણ ખુશખુશાલ થઈ ગયા હતા.  વરસાદને  પગલે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી અને વાતાવરણ ખુશ્નુમા થઈ ગયું હતું.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં  પણ થયો વરસાદ

નોંધનીય છે કે ગત રોજ અમરેલી,સાવરકુંડલા, બોટાદના ગઢ઼઼ડામાં, અમદાવાદના ધોળકામાં તો ભાવનગર, પાટણ સહિતના જિલ્લાઓમાં કેટલાક સ્થાને પવન સાથે વરસાદ પડ્યો હતો. તો સાવરકુંડલાના ગ્રામિણ વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો.

 

Next Article