ગાંધીનગરમાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમીંગ ટૂર્નામેન્ટ, ગુજરાતના 24 કર્મયોગી તૈરાક સહભાગી થશે

કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ એન્ડ સ્પોર્ટસ બોર્ડ, નવી દિલ્હીના સહયોગ માર્ગદર્શનમાં આ સ્પર્ધા મંગળવાર તા.ર૧ થી ત્રણ દિવસ માટે યોજાઇ રહી છે.આ સ્પર્ધાના પ્રારંભ અવસરે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ તથા માર્ગ મકાન સચિવ સંદીપ વસાવા પણ ઉપસ્થિત રહેશે.

ગાંધીનગરમાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમીંગ ટૂર્નામેન્ટ, ગુજરાતના 24 કર્મયોગી તૈરાક સહભાગી થશે
ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમીંગ ટૂર્નામેન્ટ-ર૦ર૧-રર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 6:34 PM

દેશની રાજ્ય સરકારો કેન્દ્રશાસિત પ્રદેશો અને રિજીયોનલ સ્પોર્ટસ બોર્ડની ટીમના કર્મયોગી-અધિકારીઓ માટે યોજાતી વિવિધ રમત-ગમત સ્પર્ધાઓ અંતર્ગત ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમીંગ ટૂર્નામેન્ટ-ર૦ર૧-રર ગુજરાતના યજમાન પદે ત્રણ દિવસ માટે ગાંધીનગરમાં યોજાશે.

ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમીંગ ટૂર્નામેન્ટ-ર૦ર૧-રર, ગુજરાતના ર૪ કર્મયોગી તૈરાક સહભાગી થશે

ગુજરાતના ર૪ તૈરાક કર્મયોગી ભાઇ-બહેનો સહિત આ સ્પર્ધામાં દેશના ૧૨ રાજ્યો, બે કેન્દ્રશાસિત પ્રદેશ અને ૬ રિજીયોનલ સ્પોર્ટસ બોર્ડના ૨૯૬ સ્વીમર્સ પોતાનું તરણ કૌશલ્ય દર્શાવશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ-જી.એ.ડી ની કલ્યાણ શાખા દ્વારા સહ આયોજિત આ સ્પર્ધાનો પ્રારંભ મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર મંગળવાર તા.ર૧ ડિસેમ્બરે સવારે ૧૦-૩૦ વાગ્યે સચિવાલય જીમખાના સેક્ટર-ર૧ના સ્વીમીંગ પૂલ ખાતે કરાવવાના છે.

૧૨ રાજ્યો-બે કેન્દ્રશાસિત પ્રદેશ-૬ રિજીયોનલ સ્પોર્ટસ બોર્ડના ૨૯૬ સ્વીમર્સ ઝળકાવશે પોતાનું તરણ કૌશલ્ય

કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ એન્ડ સ્પોર્ટસ બોર્ડ, નવી દિલ્હીના સહયોગ માર્ગદર્શનમાં આ સ્પર્ધા મંગળવાર તા.ર૧ થી ત્રણ દિવસ માટે યોજાઇ રહી છે.આ સ્પર્ધાના પ્રારંભ અવસરે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ તથા માર્ગ મકાન સચિવ સંદીપ વસાવા પણ ઉપસ્થિત રહેશે. આ સ્પર્ધાનું ટેકનિકલ સંચાલન ગુજરાત સ્ટેટ સ્વીમીંગ એસોશિએશન દ્વારા કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગાંધીનગરમાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ સ્વીમીંગ ટૂર્નામેન્ટ, દેશના રાજ્ય સરકારો-કેન્દ્રશાસિત પ્રદેશ રિજીયોનલ સ્પોર્ટસ બોર્ડની ટીમના કર્મયોગી-અધિકારીઓ માટે આયોજિત સ્પર્ધા ગાંધીનગરમાં ત્રણ દિવસ સુધી ચાલશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">