Ahmedabadમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક 168 ટકાનો વધારો!

|

Sep 08, 2021 | 5:44 PM

AMCના આરોગ્ય વિભાગના ડેટા મુજબ શહેરમાં 20 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર, 2020 દરમિયાન ડેન્ગ્યુના 25 કેસ નોંધાયા હતા. જોકે 2021માં સમાન સમયગાળામાં આ આંકડો વધીને 684 થયો હતો. જ્યારે વર્ષ 2020માં આ સમયગાળા દરમિયાન ચિકનગુનિયાના 196 કેસ હતા, જ્યારે વર્ષ 2021માં 412 પર આંકડો પહોંચ્યો છે.

Ahmedabadમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો,  ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક 168 ટકાનો વધારો!
Increase dengue cases in Ahmedabad

Follow us on

Ahmedabad: અમદાવાદ શહેરમાં કોરોના બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યુ છે, શહેરમાં સતત વધી રહેલા મચ્છરજન્ય રોગચાળાએ આરોગ્ય તંત્રની ચિંતા વધારી છે. ગયા વર્ષ 2020માં આ સમયગાળાની સરખામણીમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં (Mosquito epidemic) નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેમાં ડેન્ગ્યુના (Dengue) કેસોમાં 168 ટકાનો ભયજનક વધારો થતા તંત્રની ચિંતા વધી છે, જ્યારે ચિકનગુનિયાના કેસમાં પણ 110 ટકાનો વધારો જોવા મળ્યો છે, આ કેસ 20 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર વચ્ચે નોંધાયા છે.

 

આરોગ્ય તંત્રની વધી ચિંતા

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

AMCના આરોગ્ય વિભાગના ડેટા મુજબ શહેરમાં 20 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર, 2020 દરમિયાન ડેન્ગ્યુના 25 કેસ નોંધાયા હતા. જોકે 2021માં સમાન સમયગાળામાં આ આંકડો વધીને 684 થયો હતો. જ્યારે વર્ષ 2020માં આ સમયગાળા દરમિયાન ચિકનગુનિયાના 196 હતા, જ્યારે વર્ષ 2021માં 412 પર આંકડો પહોંચ્યો છે.

 

ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો

AMCના સતાવાર આંકડા અનુસાર વર્ષ 2020 દરમિયાન ડેન્ગ્યુના (Dengue case)432 અને ચિકનગુનિયાના 923 કેસ નોંધ્યા હતા. જેમાં 2021 ના પ્રથમ નવ મહિનામાં 2020 દરમિયાન નોંધાયેલા આંકડાઓની સરખામણીમાં ડેન્ગ્યુના કેસોમાં 58.3% નો વધારો થયો છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો વકરતો હોય છે, પરંતુ અમદાવાદ શહેરમાં વધેલા ડેન્ગ્યુ,મેલેરિયા અને ચિકનગુનિયાને પગલે આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. આરોગ્ય વિભાગના (Health Department) ડેટા અનુસાર વર્ષે 2020માં 35 ફાલ્સીપેરમના કેસ નોંધાયા હતા જ્યારે આ વર્ષે 43 કેસ નોંધાયા છે. બીજી બાજુ મેલેરિયાના કેસ વર્ષ 2020 માં 436 થી વધીને 2021 માં 489 થયા હતા. ઉલ્લેખનીય છે કે,સપ્ટેમ્બરમાં જ આરોગ્ય વિભાગ દ્વારા 6,984 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે 2021 માં 4 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુનાં 441 કેસો સામે આવ્યા છે.

ટાઇફોઇડના કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો

અમદાવાદ શહેરમાં 21 જાન્યુઆરીથી 4 સપ્ટેમ્બર વચ્ચે કોલેરાના 64 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ગયા વર્ષે કોલેરાનો એક પણ કેસ સામે આવ્યો નહોતો. ઉપરાંત ટાઇફોઇડના( Typhoid) કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

 

આ પણ વાંચો: Gandhinagar : સહકારી સંસ્થાઓની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, ભાજપના સહકાર સેલની સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક

 

આ પણ વાંચો:  સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગોંડલ, જસદણ પંથકમાં મેઘમહેર

Next Article