Ahmedadad : રેલવે વિભાગને સ્વચ્છતામાં આગળ લાવવાનો પ્રયાસ, સ્વચ્છતા પખવાડા દિવસની ઉજવણી
મહત્વનું છે કે અગાઉ રેલવેનો સ્વચ્છતામાં 21 મો ક્રમાંક હતો જે બાદ સ્વચ્છતા પર ધ્યાન આપવામા આવતા હાલ સ્વચ્છતામાં રેલવે 12 મા ક્રમે પહોંચ્યું છે. તપ હવે 12માં ક્રમાંકથી ઉપર જવાનો રેલવેનો પ્રયાસ. જેના ભાગ રૂપે રેલવે છેલ્લે કેટલાક વર્ષથી સ્વચ્છતા પખવાડા ઉજવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા પર ભાર મૂકી રહ્યા છે. અને તેમાં છેલ્લા થોડા વર્ષોથી તમામ ક્ષેત્રે સ્વચ્છતા પર ભાર મુકવાનું શરૂ કર્યું છે. જેમાં રેલવે વિભાગ પણ જોડાયું છે. જેની અંદર રેલવે વિભાગ સ્વચ્છતાને લઈને વિવિધ પ્રયાસ કરી રહ્યું છે કાર્યક્રમ કરી રહ્યું છે. આવી જ રીતે રેલવે વિભાગ તાજેતરમાં સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરી રહ્યું છે. 16 સપ્ટેમ્બરથી રેલવે વિભાગે સ્વચ્છતા પખવાડા ઉજવવાની શરૂઆત કરી છે. જે 2 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. જેમાં છેલ્લા દિવસે એટલે કે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ હોવાથી સ્વચ્છતા પખવાડા સાથે ગાંધી જયંતિની ઉજવણી પણ રેલવે વિભાગ કરશે. જેમાં રેલવે વિભાગ 2 ઓક્ટોબરે સ્વચ્છતા કાર્યક્રમ સાથે ગાંધીજીનું પ્રદર્શની ગોઠવી ઉજવણી કરશે.
રેલવે drm એ સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરતા જણાવ્યું કે 16 સપ્ટેમ્બરથી શરૂ કરેલી ઉજવણીમાં રેલવે વિભાગે સ્વચ્છતાને લઈને પ્રણ લીધા છે. જેની ઉજવણી કરાઈ રહી છે. જે પખવાડા હેઠળ રેલવે સ્ટેશન. ટ્રેન. ઓફિસ. પરિસર. કવાટર્સ અને ડેપો સહિતના સ્થળને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરાશે. જે સ્વચ્છતા પખવાડામાં લોકોને જોડાવા જણાવ્યું. તો લોકોને પણ સ્વચ્છતા રાખવા રેલવે drm એ અપીલ કરી.
મહત્વનું છે કે અગાઉ રેલવેનો સ્વચ્છતામાં 21 મો ક્રમાંક હતો જે બાદ સ્વચ્છતા પર ધ્યાન આપવામા આવતા હાલ સ્વચ્છતામાં રેલવે 12 મા ક્રમે પહોંચ્યું છે. તપ હવે 12માં ક્રમાંકથી ઉપર જવાનો રેલવેનો પ્રયાસ. જેના ભાગ રૂપે રેલવે છેલ્લે કેટલાક વર્ષથી સ્વચ્છતા પખવાડા ઉજવી રહ્યું છે. જેમાં સ્વચ્છતા પખવાડામાં રેલવે સ્વચ્છતા કાર્યક્રમ સાથે જાગૃતિ માટે રેલી સહિત કાર્યક્રમોનું પણ આયોજન કરી રહ્યા છે. તો સાથે જ રોપા વિતરણ પણ કર્યા. જેથી પર્યાવરણને લઈને લોકોમાં જાગૃતિ આવે સાથે જ લોકો વૃક્ષો વાવતા થાય અને પર્યાવરણને પણ બચાવી શકાય. સાથે જ નો પ્લાસ્ટિક દિવસ પણ મનાવવામાં આવ્યો જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય અને પર્યાવરણ બચી શકે. તો ટેકનોલોજી અંગે પણ આ સ્વચ્છતા પખવાડા ઉજવણી દરમીયાન કર્મચારીઓને માહિતગાર કરાયા. જેનું તમામ અધિકારીએ સિદ્ધુ નિરીક્ષણ પણ કર્યું હતું.
Drm ના જણાવ્યા પ્રમાણે રેલવેમાં સ્વચ્છતાને ધ્યાને લઈને સેગ્રીગેશન. વોટર રિસાયકલ પ્લાન્ટ અને stp પ્લાન્ટ સહિતના પ્રોજેકટ પણ શરૂ કર્યા છે. જેથી તમામ ક્ષેત્રે સ્વચ્છતા લાવી શકાય. અને સરળ પ્રોસેસ કરી શકાય. અને વેસ્ટ માંથી બેસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરી નવી વસ્તુ લોકો સુધી પહોંચાડી શકાય. તો ઉજવણીના નિવેદન દરમિયાન રેલવે drm એ સ્ટેશન પર બંધ રહેલ વોટર વેન્ડિંગ મશીન કે જે 3 વર્ષથી બંધ હાલતમાં છે તે જલ્દી શરૂ કરવા ખાતરી આપી.