આજે GPSC વર્ગ 1 અને 2ની પ્રિલિમિનરી પરીક્ષા, 183 જગ્યાઓ માટે 2 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે

GPSC વર્ગ-1 અને 2 અને નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ -2ની પરીક્ષાને લઇને તમામ પરીક્ષા કેન્દ્ર પર કોરોના ગાઇડલાઇનને લઇને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 10:30 AM

ગુજરાતમાં 26મી ડિસેમ્બરે GPSC વર્ગ-1 અને 2 (Class-1 and 2) અને નગરપાલિકા મુખ્ય અધિકારી (Chief Officer of the Municipality) વર્ગ -2ની પરીક્ષા (Exam) લેવામાં આવનારી હતી. જેનો સમય આજે આવી ગયો છે. આજે GPSC વર્ગ 1 અને 2ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. જણાવી દઈએ કે માત્ર 183 જગ્યાઓ માટે 2 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. તો સવારે 10થી 1 અને બપોરે 3થી 6 દરમિયાન બે પેપર આપવાના રહેશે.

રાજ્યમાં 785 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ પરીક્ષા પહેલા 12 ડિસેમ્બરે રાખવામાં આવી હતી, ત્યાર બાદ તેની તારીખ બદલીને 19 ડિસેમ્બર કરવામાં આવી હતી. પરંતુ ગ્રામપંચાયતની ચૂંટણીના કારણે પરીક્ષા મુલતવી રખાઈ હતી. તો હેડ ક્લાર્કનું પેપર લીક થયા બાદ GPSCની પરીક્ષામાં કડક વ્યવસ્થા હોવાનું પણ જાણવા મળ્યું છે.

કોરોના ગાઇડલાઇનનું પાલન

GPSC વર્ગ-1 અને 2 અને નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ -2ની પરીક્ષાને લઇને તમામ પરીક્ષા કેન્દ્ર પર કોરોના ગાઇડલાઇનને લઇને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થી ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે. સાથે જ પરીક્ષા કેન્દ્ર પર સેનીટાઇઝરની વ્યવસ્થા રાખવામાં આવશે. તો વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે વર્ગખંડમાં બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Uttarakhand Assembly Elections 2022: ચૂંટણીની રણનીતિ ઘડવા માટે નડ્ડા આજે ફરી દેહરાદૂન પહોંચશે, હરક સિંહ સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો: માત્ર વિટામિન ડીની ઉણપ જ નહીં, શિયાળામાં સૂર્યપ્રકાશ લેવાથી આ બીમારીઓ પણ થાય છે દૂર!

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">