AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વ હવામાન દિવસ 2022 : ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ઋતુમાં થયા અનેક ફેરફાર, ક્લાઇમેટ ચેન્જ મુદ્દે હવામાન વિભાગના અધિકારીઓએ વ્યક્ત કરી ચિંતા

ક્લાઈમેટ ચેન્જ એ આજના સમયે ઋતુ પરિવર્તિત કરી રહ્યું છે અને જો ઋતુ પરિવર્તિત થાય તો તે લોકોના જીવન પર સીધી અસર કરે. વિશ્વ હવામાન દિવસ પર હવામાન વિભાગના અધિકારીઓએ આ વાત સ્વીકારી અને ચિંતા વ્યક્ત કરતા લોકોને જાગૃત બનવા માટે અપીલ કરી. 

વિશ્વ હવામાન દિવસ 2022 : ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ઋતુમાં થયા અનેક ફેરફાર, ક્લાઇમેટ ચેન્જ મુદ્દે હવામાન વિભાગના અધિકારીઓએ વ્યક્ત કરી ચિંતા
World Meteorological Day 2022, Celebration at Ahmedabad Meteorological Department Office
Darshal Raval
| Edited By: | Updated on: Mar 23, 2022 | 2:43 PM
Share

આજે વિશ્વ હવામાન દિવસ (World Weather Day) છે જેની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં હવામાન વિભાગની ઓફીસ પર પણ ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હવામાન દિવસના બેનર્સ લગાવીને હવામાન વિભાગની કચેરીએ ઉજવણી કરાઈ. જો કે આ સાથે હવામાન વિભાગના (Meteorological Department)અધિકારીઓએ ક્લાઈમેટ ચેન્જ (Climate change)ને લઈને ચિંતા પણ વ્યક્ત કરી.

આજના સમયમાં યોગ્ય હવામાન તે સમયની માગ છે. જોકે સમગ્ર દેશ અને દુનિયા પર ગ્લોબલ વોર્મિગ અને ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે. જેની સીધી અસર લોકોના જીવન પર પડી રહી છે. કેમ કે હાલમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનિયમિત થઈ ગઈ છે. ક્યારેક પુષ્કળ ઠંડીની ઋતુ હોય છે, તો ક્યારેક બીલકુલ ઠંડી જ નહીં. ક્યારેક પુષ્કળ પ્રમાણમાં ગરમી પડે છે કે જેનાથી મોત પણ નીપજે છે. વાવાઝોડાની પણ સંખ્યામાં વધારો થયો છે. જેનું એક માત્ર કારણ છે કલાઈમેટ ચેન્જ. જેના કારણે હાલમાં લોકોને અતિવૃષ્ટિ, હીટવેવ અને શીત લહેરનો સામનો કરવો પડી રહ્યો છે.

ક્લાઈમેટ ચેન્જ એ આજના સમયે ઋતુ પરિવર્તિત કરી રહ્યું છે અને જો ઋતુ પરિવર્તિત થાય તો તે લોકોના જીવન પર સીધી અસર કરે. વિશ્વ હવામાન દિવસ પર હવામાન વિભાગના અધિકારીઓએ આ વાત સ્વીકારી અને ચિંતા વ્યક્ત કરતા લોકોને જાગૃત બનવા માટે અપીલ કરી.

હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીનું કહેવું છે કે હાલના સમયમાં શહેરીકરણ, લોકોની વધતી વસ્તી અને લોકો દ્વારા ઉપયોગ કરવામા આવતા વાહનોના પ્રદૂષણના કારણે હવામાનમાં ફેરફાર આવ્યાનું અધિકારી માની રહ્યા છે. જેની પાછળ અધિકારીએ લોકોને જવાબદાર ઠેરવી જાગૃત બનવા અપીલ કરી છે. જેથી ક્લાઈમેટ ચેન્જને રોકી હવામાન સ્થિર કરી શકાય. જેના કારણે હવામાન વિભાગે આ વર્ષે પ્રારંભિક વોર્નિંગ અને એક્શન થીમ પર ઉજવણી કરી. જેથી લોકોને હાલના બદલાતા વાતાવરણ અને ક્લાઈમેટ ચેન્જથી અવગત કરાવી શકાય.

મહ્ત્વનું છે કે છેલ્લા 5 વર્ષમાં ઋતુઓમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં વારંવાર સિસ્ટમ સક્રિય થાય છે તેની અસર ગુજરાતના વાતાવરણમાં પર જોવા મળી રહી છે અને બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક સહિત વિવિધ રીતે જોવા મળી રહી છે. જે લોકોના જીવનને સ્પર્શતો મુદ્દો બની ગયો છે.

હવામાન વિભાગ બન્યું હાઈટેક

હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે 15 વર્ષ પહેલાં હવામાન વિભાગને સચોટ આગાહી કરવામાં હાલાકી પડતી હતી. જોકે જ્યારથી હવામાન વિભાગમાં કોમ્પ્યુટર સહિત આધુનિક સાધનો આવ્યા છે. ત્યારથી હવામાન વિભાગને આગાહી કરવામાં સરળતા સર્જાઈ છે અને એટલી સરળતા કે હવામાન વિભાગ હાલમાં કયા વરસાદ પડી રહ્યો છે તેની આગાહી પણ કરી શકે છે. તેમજ આગામી 10 દિવસ પહેલા કે મહિના પહેલા હવામાન કેવું રહેશે તે પણ હવામાન વિભાગ જાણી તેની પણ આગાહી કરી શકે છે.

આ પણ વાંચો-

Gujarat Assembly Session Live: રાજ્ય સરકારે કોરોનાથી 10942 મૃત્યુ જાહેર કર્યાં જ્યારે કોરોનાનાથી અનાથ થયેલાં બાળકોની 20970 અરજીઓ મંજૂર કરી દીધી!

આ પણ વાંચો-

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદ 25 માર્ચ લેશે જામનગરની મુલાકાત, ભારતીય નૌસેના જહાજ વાલસુરાને પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરશે

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">