AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRB જવાનની ફરજ શું? ગુજરાત પોલીસે જારી કરી મહત્વની જાણકારી, જાણો

TRBના જવાનો પર આમ તો અનેકવાર સવાલો ઉઠી ચૂક્યા છે કે, તેઓના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જેને લઈ પોલીસને પણ કેટલીક વાર એ ફરિયાદોના છાંટા ઉડ્યાનો અનુભવ થતો હોય છે. આવી જ સ્થિતિને લઈ તાજેતરમાં TRBના જવાનોને રાજ્યમાંથી તબક્કા વાર છૂટા કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે હવે આ નિર્ણયને પરત ખેંચવામાં આવ્યો છે, ત્યારે હવે ગુજરાત પોલીસે TRBને લઈ કેટલીક જાણકારી રજૂ કરી છે.

TRB જવાનની ફરજ શું? ગુજરાત પોલીસે જારી કરી મહત્વની જાણકારી, જાણો
TRB જવાનની ફરજ શું? જાણો
| Updated on: Nov 28, 2023 | 4:07 PM
Share

હાલમાં જ ગુજરાત પોલીસને મદદરુપ રહેલ TRB જવાનોને છૂટા કરવા નો નિર્ણય કરવામાં આવ્યો હતો. TRBના જવાનો કેટલાક તોડના કિસ્સાઓમાં સામેલ હોવાનુ સામે આવ્યુ હતુ. આવી પરિસ્થિતિઓને કારણે જ લાંબા ગાળાથી TRB જવાન તરીકે સેવા આપતા જવાનોને તબક્કાવાર છૂટા કરવાની વાત હતી.

આ પણ વાંચોઃ હત્યા માટે હનીટ્રેપ, અમદાવાદની યુવતીએ યુવકને જાળમાં ફસાવી મોતનો ગાળીયો કસ્યો, 4 ની ધરપકડ 

TRB જવાનોને લઈ લોકોમાં પણ અસમંજસ હોય છે કે, તેમની કામગીરી ખરેખરમાં શું હોય છે. અહીં જણાવીશુ કે શુ હોય છે. નાગરીકે પણ તેમની કામગીરીમાં સહકાર આપવો જરુરી ફરજ છે. સાથે જ ટ્રાફિક બ્રિગેડ એટલે કે TRBના જવાનોએ પણ નાગરીકોને ટ્રાફિકમાં સરળતા અને સલામતી રહે એ પ્રકારે ફરજ બજાવવી જરુરી છે.

ગુજરાત પોલીસે જારી કરી જાણકારી

આ દરમિયાન ગુજરાત પોલીસે TRB અંગેની જાણકારીને સોશિયલ મીડિયા મારફતે જારી કરી છે. જેમાં TRBની ફરજ અને તેમની ફરજમાં ક્ષતિ કે તેમના દ્વારા ગેરવર્તણૂંક જોવા મળે તો તે અંગેની ફરિયાદ કરવા માટેની જાણકારી પણ દર્શાવવાામાં આવી છે. ગુજરાત પોલીસની આ જાણકારીની પોસ્ટ પણ ખૂબ જ વાયરલ કરવમાં આવી છે.

  • TRB જવાનની ફરજ ટ્રાફિક સંચાલન કરીને પોલીસની કામગીરીમાં સહાયતામાં રહીને કામ કરવાની છે. એટલે કે પોલીસ દ્વારા ટ્રાફિકનુ જે સંચાલન અંગેની કામગીરી કરવામાં આવતી હોય છે તેમાં તેઓ દ્વારા સહાયતારુપ કામગીરી નિભાવવાની હોય છે.
  • સૌથી મહત્વની વાત. TRB જવાન પોતાની ફરજ દરમિયાન વાહન ચેકિંગ કરી શકતા નથી. દસ્તાવેજ ચેકિંગ પણ કરી શકતા નથી. એટલે કે વાહન ચાલક કે વાહન અંગેના દસ્તાવેજોનું ચેકિંગ TRB જવાન કરી શકાશે નહીં.
  • વાહન ચાલકને મેમો આપવાની પણ સત્તા TRB જવાનને નથી. આમ વાહન ચાલકોને જ્યારે ટ્રાફિક સંચાલન કરતા TRB જવાન દ્વારા આવી વાત કરવામાં આવે તો ડરવાની જરુર નથી અને આ માટે તમે જાગૃત નાગરીક તરીકે તેમની સાથે વાતચીત કરવી જોઈએ.
  • આમ છતાં પણ કોઈ TRB જવાનની ગેરવર્તણૂંક જણાય તો ટ્રાફિક શાખાનો સંપર્ક કરવો જોઈએ. ટ્રાફિક શાખામાં ફરિયાદ કરીને વર્તણૂંક અંગેની જાણ કરવી જોઈએ અને એક જાગૃત નાગરીક તરીકેની ફરજ અદા કરવી જોઈએ.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
g clip-path="url(#clip0_868_265)">