પહેલા કેજરીવાલ હવે ગોપાલ ઈટાલિયાએ યાદ કર્યા ગુજરાતનાં સૈનિકોને, સહાનુભૂતિથી સત્તાનાં રસ્તે ‘આપ’ !

|

Jun 08, 2022 | 8:06 AM

ગોપાલ ઈટાલિયા (Gopal Italia) એ કહ્યું કે, દેશ માટે જીવ ન્યોછાવર કરનારા સૈનિકોને (Army) આજે તેમની માંગણીઓ માટે આંદોલન કરવું પડે છે, તે ખૂબ જ દુઃખદ ઘટના છે.

પહેલા કેજરીવાલ હવે ગોપાલ ઈટાલિયાએ યાદ કર્યા ગુજરાતનાં સૈનિકોને, સહાનુભૂતિથી સત્તાનાં રસ્તે આપ !
Arvind Kejriwal and gopal italia (File Photo)

Follow us on

ભૂતપૂર્વ સૈનિકોના આંદોલનને સમર્થન આપતા આમ આદમી પાર્ટી (AAP)ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા (Gopal Italia) એ કહ્યું કે, દેશ માટે જીવ ન્યોછાવર કરનારા સૈનિકોને (Army) આજે તેમની માંગણીઓ માટે આંદોલન કરવું પડે છે, તે ખૂબ જ દુઃખદ ઘટના છે.  આજે ભાજપ સરકારના શાસનમાં દરેક લોકો નાખુશ છે. ખેડૂત હોય, યુવા હોય, વેપારી હોય કે સૈનિક હોય, આજે દરેક જણ ભાજપની ખોટી નીતિઓનો ભોગ બન્યા છે. આ કારણોસર, વિવિધ સંસ્થાઓ અને સમાજ ના લોકો વારંવાર આંદોલન કરવા માટે મજબૂર છે.વધુમાં  આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા એ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી હંમેશા ગુજરાતના તમામ પૂર્વ સૈનિકોના પક્ષમાં ઉભી છે અને રહેશે. અમે સૈનિક નું સન્માન કરીએ છીએ અને તેમના તમામ મુદ્દાઓને સમર્થન આપીએ છીએ.

ગોપાલ ઈટાલિયાના ભાજપ પર આકરા પ્રહાર

વધુમાં ઉમેર્યું કે,ગુજરાતમાં ભૂતપૂર્વ સૈનિકો છેલ્લા 4 વર્ષથી તેમના હક્ક માટે લડી રહ્યા છે. આ પૂર્વ સૈનિકોએ વિવિધ કલ્યાણકારી મુદ્દાઓ પર સન્માન યાત્રા પણ યોજી હતી પરંતુ પોલીસે યાત્રાને અટકાવી હતી.વધુમાં તેણે ભાજપ(BJP)  પર પર્હારો કરતા કહ્યું કે,  આજે ગુજરાતના(Gujarat)  પૂર્વ સૈનિકો પણ ભાજપની તાનાશાહી નીતિઓનો ભોગ બની રહ્યા છે. આજે સૈનિકો પણ તેમની માંગણીઓ માટે શાંતિપૂર્ણ રીતે કોઈ રેલી કાઢી શકતા નથી, તે સ્પષ્ટ છે કે ભાજપ તેની તાનાશાહી નીતિઓથી ગુજરાતને ચલાવવા માંગે છે.

ભાજપ તાનાશાહી નીતિઓથી શાસન કરવા ઈચ્છે છે

ઉપરાંત કહ્યું કે, 14 અલગ-અલગ મુદ્દાઓ પર પૂર્વ સૈનિકોએ અમદાવાદના શાહીબાગ શહીદ સ્મારક થી સચિવાલય ગાંધીનગર સુધી આ રેલીનું આયોજન કર્યું હતું, પરંતુ આજે ભાજપ સરકારના ઈશારે પૂર્વ સૈનિકો અને પોલીસ સામસામે આવી ગયા હતા. તે ખુબ જ દુઃખદ વાત છે. અમારું માનવું છે કે સરકારે ઓછામાં ઓછા આ પૂર્વ સૈનિકોની માંગણીઓ સાંભળવી જોઈએ અને પછી તેને સ્વીકારવી જોઈએ. કારણ કે સરકારની જવાબદારી છે કે તેમના રાજ્યનો કોઈપણ નાગરિક કોઈપણ માંગ સાથે રસ્તા પર ઉતરે તો સરકારે તેમની પીડા શું છે તે સમજીને તેમની વેદનાનો ઉકેલ શોધવો જોઈએ. પરંતુ ભાજપ સરકાર (BJP Govt) હંમેશા ઉલટું કામ કરે છે. ભાજપ હંમેશા પ્રજાના પ્રશ્નોને દબાવીને લોકોને યાતનામાં જીવવા મજબૂર કરવા માંગે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કેજરીવાલે સૈનિકોની માંગણી સંતોષવા કરી માંગ

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal)  પણ મહેસાણામાં કહ્યું હતું કે હું અમદાવાદમાં ઉતર્યો ત્યારે મને ખબર પડી કે ગાંધીનગરમાં હજારો  પૂર્વ સૈનિકો ધરણા પર બેઠા છે. આ ખૂબ જ દુઃખદ છે. જો આપણા દેશના પૂર્વ સૈનિકો ધરણા પર બેસે તો તે સારી વાત નથી. જો દિલ્હીનો કોઈ સૈનિક અથવા દિલ્હી પોલીસ નો કોઈ જવાન દિલ્હીમાં(Delhi)  મૃત્યુ પામે છે, તો દિલ્હી સરકાર વતી અમે તેના પરિવારને એક કરોડ રૂપિયાની સન્માન રાશિ આપીએ છીએ. મને ખબર પડી છે કે ગુજરાતમાં કોઈનું મૃત્યુ થાય તો કદાચ આ લોકો તેને એક લાખ રૂપિયા જ આપે છે. આજે તમામ પૂર્વ સૈનિકો વતી હું ગુજરાત સરકાર પાસે માંગ કરું છું કે તેમની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે અને દિલ્હીની જેમ જો કોઈ સૈનિક શહીદ થાય તો તેના પરિવારને એક કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે. આપણે આપણા શહીદોનું સન્માન કરવું જોઈએ.

 

Next Article