AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે કહ્યુ, ‘દિલ્હીમાં 24 કલાક વીજળી ફ્રીમાં આપી શકાય તો, ગુજરાતમાં કેમ નહીં’

અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ અરવિંદ કેજરીવાલ આપના પદાધિકારીઓના શપથગ્રહણ સમારંભ જવા રવાના થયા હતા. આ સમારંભમાં 7500 જેટલા પદાધિકારીઓને તેઓ શપથ લેવડાવશે.

Gujarat Election: ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'દિલ્હીમાં 24 કલાક વીજળી ફ્રીમાં આપી શકાય તો, ગુજરાતમાં કેમ નહીં'
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 5:24 PM
Share

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022) લઇને ગુજરાતમાં કેન્દ્રીય અગ્રણીઓની મુલાકાતો વધી છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના (AAP) વડા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પણ આજથી ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ પર ઉતરાણ કરતા જ અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં 24 કલાક વીજળી ફ્રીમાં મળે છે, જો દિલ્લીમાં આપ સરકાર ફ્રીમાં વીજળી આપી શકે છે તો ગુજરાતમાં પણ વીજળી ફ્રીમાં આપી શકે.

અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથે કરી વાત

આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ અરવિંદ કેજરીવાલ આપના પદાધિકારીઓના શપથગ્રહણ સમારંભ જવા રવાના થયા હતા. આ સમારંભમાં 7500 જેટલા પદાધિકારીઓને તેઓ શપથ લેવડાવશે. અરવિંદ કેજરીવાલે એરપોર્ટ પર ઉતરાણ બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યુ હતુ કે, જરુર છે કે તમામ સરકારોએ મળીને અને તમામ લોકોએ મળીને દેશનો માહોલ ઠીક કરવાની જરુર છે. અરવિંદ કેજરીવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે દિલ્હીમાં 24 કલાક વીજળી ફ્રીમાં મળે છે, જો દિલ્લીમાં આપ સરકાર ફ્રીમાં વીજળી આપી શકે છે તો ગુજરાતમાં પણ વીજળી ફ્રીમાં આપી શકે છે. પંજાબમાં પણ 1 જુલાઇથી વીજળી ફ્રીમાં આપવાનું શરુ થયુ છે.

ગુજરાતમાં દિલ્હીની વીજળી મોડલ પર કરશે વાત

બે દિવસ દરમિયાન પણ આપ પાર્ટી ગુજરાતમાં દિલ્હીના વીજળી મોડલ પર વાત કરશે. ગુજરાતમાં તેઓ વીજળીના મુદ્દે વાત કરશે. આપ પાર્ટીનો ગુજરાતમાં મુખ્ય મુદ્દો એ છે કે જો દિલ્લીમાં મફત વીજળી મળી શકતી હોય તો ગુજરાતમાં શા માટે નહીં. ગુજરાતમાં હવે વીજળી મુદ્દે રાજકારણ ગરમાઈ શકે છે. મહત્વનું છે કે, શિક્ષણ મુદ્દે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ભાજપ અને આપ પાર્ટી વચ્ચે રાજનીતિ ચાલી રહી છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં શાળાની મુલાકાત લઈ ખામીઓ કાઢી હતી. તો બીજી તરફ ભાજપની એક ટીમ પણ દિલ્હીની સ્કૂલોના નિરીક્ષણ માટે પહોંચી ગઈ હતી. આમ ભાજપ અને આમ આદમી પાર્ટી શિક્ષણ મુદ્દે સીધી રીતે સામ-સામે આવી ગઈ હતી. હવે આવું જ રાજકારણ વીજળી મુદ્દે શરૂ થયું છે. આમ આદમી પાર્ટી સવાલ ઉઠાવી રહી છે કે, દિલ્લી અને પંજાબમાં જનતાને મફત વીજળી મળી રહી છે તો ગુજરાત અને અન્ય રાજ્યોમાં કેમ ન મળી શકે?

નોંધનીય છે કે ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ રહ્યા છે અગાઉ તેઓ મે મહિનામાં પણ ગુજરાત મુલાકાતે આવ્યા હતા.

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">