અમદાવાદમાં પીસીઆર વાનના પોલીસ કર્મીનો ઉઘરાણી કરતો કથિત વિડીયો વાયરલ

આ વાયરલ વીડિયો અમદાવાદ એરપોર્ટ પોલીસ મથકની PCR વાનનો હોવાનું સામે આવ્યું છે..જો કે ટીવી9 વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 7:49 AM

અમદાવાદ(Ahmedabad)પોલીસ (Police) ફરી એકવાર ચર્ચામા આવી છે.આ વખતે ચર્ચા જગાવી છે PCR વાનના પોલીસકર્મીના એક વાયરલ વીડિયોએ.(Viral Video) જેમાં વાયરલ થયેલા કથિત વીડિયોમાં PCR વાનનો પોલીસકર્મી રૂપિયા ઉધરાવી રહ્યો છે. આ વાયરલ વીડિયો મામલે આક્ષેપ થઇ રહ્યો છે કે PCR વાનનો પોલીસકર્મી લારી ગલ્લાના વેપારીઓ પાસેથી 500-500 રૂપિયા ઉઘરાવે છે.

ઉલ્લેખનીય છે કે વાયરલ વીડિયો એરપોર્ટ પોલીસ મથકની PCR વાનનો હોવાનું સામે આવ્યું છે…જોકે ટીવી9 વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

આ સમગ્ર ઘટનામાં સરદારનગરમાં આવેલ આંબાવાડીમાં પોલીસ પી.સી.આર પૈસા ઉધારવતા હોવાનો કથિત વિડિયો વાયરલ થયો છે. જેમાં લારી અને વેપારીઓ જોડે 500-500 રૂપિયા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. તેમજ આ એરપોર્ટ પોલીસ મથકની પીસીઆર વાન હોવાનું સામે આવ્યું છે. જો કે કથિત વિડીયો સામે આવ્યા બાદ ડીસીપીએ તપાસના આદેશ આપ્યા છે.

 

આ પણ  વાંચો : સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું, સેનાને ચારધામ હાઇવે પ્રોજેક્ટમાં ચીન સરહદ સુધી પહોળા રસ્તાની જરૂરીયાત

આ પણ  વાંચો : સીરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિડ રસી કોવોવેક્સના ઈમરજન્સી ઉપયોગ માટે DCGIની મંજૂરી માંગી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">