સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું, સેનાને ચારધામ હાઇવે પ્રોજેક્ટમાં ચીન સરહદ સુધી પહોળા રસ્તાની જરૂરીયાત

એટર્ની જનરલ કેકે વેણુગોપાલે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને બીવી નાગરત્નાની બેંચને માહિતી આપી હતી કે સંરક્ષણ મંત્રાલયે અગાઉના આદેશને પાછો ખેંચવા માટે અરજી દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે  કહ્યું, સેનાને ચારધામ હાઇવે પ્રોજેક્ટમાં ચીન સરહદ સુધી પહોળા રસ્તાની જરૂરીયાત
Supreme Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 11:43 PM

કેન્દ્રએ શુક્રવારે સર્વોચ્ચ અદાલતને (Supreme Court) કોર્ટના અગાઉના આદેશને પાછો ખેંચવાની માંગ કરતી તેની અરજીની તાકીદે સુનાવણી કરવા કહ્યું કારણ કે સેનાને ચારધામ હાઇવે પ્રોજેક્ટમાં રસ્તા પહોળા કરવાની જરૂર છે. આ હાઈવે ચીનની સરહદ સુધી જાય છે અને ત્યાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આવું કરવું જરૂરી છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ 900-km-લાંબા ચારધામ હાઇવે પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ઉત્તરાખંડમાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના ચાર યાત્રાધામ નગરોને જોડાણ પ્રદાન કરવાનો છે.

એટર્ની જનરલ કેકે વેણુગોપાલે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટીસ બીવી નાગરત્નાની બેંચને માહિતી આપી હતી કે સંરક્ષણ મંત્રાલયે અગાઉના આદેશને પાછો ખેંચવા માટે અરજી દાખલ કરી છે. વેણુગોપાલે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ અરજી પર તાકીદના ધોરણે સુનાવણી કરવામાં આવે. ઉત્તરીય ક્ષેત્રની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સેનાએ ત્યાં સરહદી રસ્તાઓ પહોળા કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે કોર્ટે પહેલા કહ્યું હતું કે પહોળાઈ સાડા પાંચ મીટરથી વધુ ન હોવી જોઈએ.

એનજીઓ ‘સિટીઝન્સ ફોર ગ્રીન દૂન’એ અરજી દાખલ કરી છે બેન્ચે રજિસ્ટ્રીને CJI પાસેથી નિર્દેશો લેવા અને અન્ય અરજીઓ સાથે યોગ્ય બેંચ સમક્ષ મામલાની યાદી આપવાનો નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલત  ‘સિટીઝન્સ ફોર ગ્રીન દૂન’ NGO દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ-વેના ભાગ ગણેશપુર-દેહરાદૂન રોડ (NH-72A) પર પરવાનગી વિના વૃક્ષો કાપવાનું બંધ કરવા માટે નિર્દેશ આપવા માટે માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એકવાર વન વિભાગની મંજૂરી મળી જાય પછી વૃક્ષો કાપવા માટે અલગથી પરવાનગીની જરૂર નથી.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

NGO  તરફથી હાજર રહેલા એડવોકેટ ઋત્વિક દત્તાએ રજૂઆત કરી હતી કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ કહ્યું છે કે વૃક્ષો કાપવા માટે સક્ષમ અધિકારી પાસેથી મંજૂરી લેવી જરૂરી છે અને આ કેસમાં આવી કોઈ મંજૂરી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિવાળીની રજા પછી આ મામલો યોગ્ય બેંચ સમક્ષ લિસ્ટ કરવામાં આવશે. NGO તરફથી હાજર રહેલા અન્ય એક વકીલે કહ્યું કે એટર્ની જનરલ આ મામલે મૂંઝવણમાં હોઈ શકે છે કારણ કે તે એ જ સંસ્થા છે જેણે ચારધામ પ્રોજેક્ટમાં રોડ પહોળો કરવા માટે પડકાર ફેંક્યો હતો અને ગણેશપુર-દહેરાદૂન રોડ પર વૃક્ષો કાપવા  તે અલગ બાબત છે.

સર્વોચ્ચ અદાલતે 7 સપ્ટેમ્બરે NGO  દ્વારા દાખલ કરવામાં આવેલી PILને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. જેમાં દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ-વેના એક ભાગ ગણેશપુર-દેહરાદૂન રોડ (NH-72A)ને આપવામાં આવેલી વન અને વન્યજીવ મંજૂરીને પડકારવામાં આવી હતી અને અરજદારને સૌ પ્રથમ તેમની ફરિયાદો સાથે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો સંપર્ક કરવા જણાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે એ હકીકતની નોંધ લીધી હતી કે પ્રથમ તબક્કાની વન મંજૂરી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આપવામાં આવી હતી. અને 5 જાન્યુઆરી, 2021ના રોજ ગણેશપુર (ઉત્તરપ્રદેશ) થી દહેરાદૂન સુધીના 19.78 કિલોમીટરના રસ્તા માટે વન્યજીવ મંજૂરી આપવામાં આવી હતી.

અગાઉ 11 મેના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે ચારધામ હાઇવે પ્રોજેક્ટને પહોળો કરવા સંબંધિત મામલાની સુનાવણી કરશે. કેન્દ્રએ કોર્ટને કહ્યું હતું કે આ માર્ગ ચીનની સરહદ તરફ જતો હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન સામેલ છે. કેન્દ્રએ આ મામલે અગાઉ દાખલ કરેલા સોગંદનામામાં સર્વોચ્ચ અદાલતને ઉચ્ચ સત્તાવાળી સમિતિ (HPC)ના 21 સભ્યોના બહુમતી અહેવાલને સ્વીકારવા વિનંતી કરી હતી. જેમાં વ્યૂહાત્મક જરૂરિયાત અને બરફ હટાવવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોડને નક્કર પાયા સાથે ‘ટુ-લેન’ તરીકે વિકસાવવાની ભલામણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :  Aryan Khan Bail: જામીન મળી ગયા હોવા છતા આજની રાત જેલમાં જ વિતાવવી પડશે ! અધિકારીએ આપ્યું આ કારણ

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">