AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘લાઈગર’ ફિલ્મના પ્રમોશન માટે સુપરસ્ટાર વિજય દેવરાકોંડા અને અભિનેત્રી અનન્યા પાંડે અમદાવાદના મહેમાન બન્યા, જુઓ VIDEO

અભિનેતાએ અમદાવાદના આંગણે ગુજરાતીમાં (Gujarati) વાત કરી તેમજ ફિલ્મ લાઈગરના ડાયલોગ્સ બોલી ચાહકોને ફિલ્મ જોવા આગ્રહ કર્યો.

'લાઈગર' ફિલ્મના પ્રમોશન માટે સુપરસ્ટાર વિજય દેવરાકોંડા અને અભિનેત્રી અનન્યા પાંડે અમદાવાદના મહેમાન બન્યા, જુઓ VIDEO
Actor Vijay Deverakonda and Ananya Panday
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 1:34 PM
Share

Ahmedabad : સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા (Actor Vijay Devarkonda) અને અભિનેત્રી અનન્યા પાંડે (Ananya panday) અભિનીત લાઈગર ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મની ટિમ અમદાવાદની મહેમાન બન્યા છે. વસ્ત્રાલમાં (Vastral) આવેલ વેદ આર્કેડ મોલમાં ફિલ્મની ટિમ પહોંચી હતી. જ્યાં મોટા પ્રમાણમાં ચાહકોએ (Fans) બંનેનું ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું. લોકોએ પોતાના ચાહિતા ફિલ્મસ્ટાર (Filmstar) ઉત્સાહથી આવકાર્ય હતા. સાઉથના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડાની બૉલીવુડમાં આ પ્રથમ ફિલ્મ છે.

અનન્યા પાંડે અને વિજયે ફિલ્મના ગીત પર ડાન્સ કર્યો

ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયા પછી ચાહકોનો વધુ પ્રેમ કલાકોરોને મળી રહ્યો છે.અભિનેતાએ અમદાવાદના આંગણે ગુજરાતીમાં (Gujarati) વાત કરી તેમજ ફિલ્મ લાઈગરના ડાયલોગ્સ બોલી ચાહકોને ફિલ્મ જોવા આગ્રહ કર્યો. તો ચાહકોએ પણ ગુજરાતીમાં વિજય દેવરાકોંડાને ‘અમે તમને પ્રેમ કરીએ છીએ’ કહીને પોતાનો પ્રેમ દર્શાવ્યો. ચાહકોને ખુશ કરતા અનન્યા પાંડે અને વિજયે ફિલ્મના ગીત પર ડાન્સ કર્યો.

વિજય દેવરાકોંડા અને અનન્યા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત

મહત્વનું છે કે, વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લાઇગર'(Liger movie)  25 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. વિજય દેવરાકોંડા તથા અનન્યા પાંડે હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. 31 જુલાઈના રોજ મુંબઈમાં વિજય દેવરાકોંડા તથા અનન્યા એક મોલમાં ગયા હતા પરંતુ ત્યાં ભીડ બેકાબૂ થઈ ગઈ હતી જેને કંટ્રોલ કરવી મુશ્કેલ થઈ ગઈ હતી. એટલું જ નહીં એક યુવતીની તો આ ઈવેન્ટમાં બેભાન થઈ ગઈ હતી. જેને કારણે ઈવેન્ચ કેન્સલ કરવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">