Ahmedabad : ધર્મના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ ! નૂપુર શર્માના વિરોધમાં વિવાદિત પોસ્ટ કરનાર યુવકની ધરપકડ

|

Jun 14, 2022 | 7:37 AM

અમદાવાદ શહેરમાં છેલ્લાં 3 દિવસમાં અલગ- અલગ વિસ્તારમાં લોકો ભાજપનાં પૂર્વ પ્રવક્તા નુપુર શર્માનો વિરોધ (Nupur Sharma Protest) કરવા એકઠા થતા હોય તેવી ધટના બની છે.

Ahmedabad : ધર્મના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ ! નૂપુર શર્માના વિરોધમાં વિવાદિત પોસ્ટ કરનાર યુવકની ધરપકડ
Accused Shahnawaz Syed

Follow us on

ભાજપનાં (BJP) પૂર્વ નેતા નૂપુર શર્મા (Nupur Sharma) દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ દેશભરમાં હિંસા(Violence)  ફાટી નીકળી છે.તેવામાં નુપુર શર્માનાં વિરોધમાં લોકોને એકઠા થવાની પોસ્ટ સોશિયલ મિડીયામાં મુકનારા એક શખ્સની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે.જુહાપુરા વિસ્તારમાં રવિવારે બપોરનાં સમયે મોટી સંખ્યામાં મહિલાઓ સહિતનાં લોકો એકઠા થયા હતા અને નુપુર શર્માનાં વિરોધમાં રેલી(Rally)  કાઢવાનાં હતા જોકે પોલીસે 50થી વધુ લોકોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. આ કૃત્ય પાછળ જવાબદાર યુવકને ઝડપી પોલીસે(Ahmedabad Police)  જેલહવાલે કર્યો છે.

જુહાપુરાનાં શાહનવાઝ સૈયદ નામનાં યુવકની ધરપકડ

અમદાવાદ શહેરમાં છેલ્લાં 3 દિવસમાં અલગ અલગ વિસ્તારમાં લોકો ભાજપનાં પૂર્વ પ્રવક્તા નુપુર શર્માનો વિરોધ (Nupur Sharma Protest) કરવા એકઠા થતા હોય તેવી ધટના બની છે. ખાસ કરીને શહેરનાં સંવેદનશીલ ગણાતા એવા મીરઝાપુર, શાહપુર, ખાનપુર,ગાયકવાડ હવેલી અને જુહાપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં વિરોધ અને રેલી માટે એકઠા થયેલા લોકોને પોલીસે અટકાવી અલગ અલગ 4 જેટલી ફરીયાદો દાખલ કરી અનેક લોકોની અટકાયત કરી છે. છતાં પણ સોશિયલ મીડિયા(Social Media)  પર ઉશ્કેરણીજનક પોસ્ટ મુકવામાં આવતી હોવાનુ વારંવાર ધ્યાને આવી રહ્યું છે. તેવામાં વેજલપુર પોલીસે આ જ પ્રકારની પોસ્ટ મુકવા બદલ જુહાપુરાનાં શાહનવાઝ સૈયદ નામનાં યુવકની ધરપકડ કરી છે.

અનેક રાજ્યોમાં કોમી હિંસાની ધટનાઓ

મળતી માહિતી મુજબ આરોપી જુહાપુરા વિસ્તારનો (Juhapura area) રહેવાસી છે અને ઈલેક્ટ્રીકની દુકાન ધરાવી ઈલેક્ટ્રીશીયન તરીકે કામ કરે છે. આરોપીએ પોતાનાં સોશિયલ મીડિયામાં નુપુર શર્માનાં વિરોધ માટે અને રેલી માટે તમામ લોકો એકઠા થાય તે પ્રકારની ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી જેનાં કારણે જુહાપુરામાં બપોરનાં સમયે મોટી સંખ્યામાં લોકો રેલી માટે એકઠા થયા હતા.જે ધટના બાદ પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને આ ગુનામાં સામેલ યુવકની ધરપકડ કરી છે. મહત્વનું છે કે રવિવારે પણ અમદાવાદ સાયબર ક્રાઈમે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ શેર કરનારા મિરઝાપુરનાં યુવકની ધરપકડ કરી હતી.એવી જ રીતે મિર્ઝાપુરમાં શુકવારે રેલી કાઢનાર 11 લોકોના નામ જોગ ગુનો દાખલ કરવામાં આવ્યો અને ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી 10 લોકોની ધરપકડ કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહત્વનું છે કે દેશમાં યુપી(Uttar Pradesh)  સહિતનાં અનેક રાજ્યોમાં કોમી હિંસાની ધટનાઓ બની છે..જેમાં સોશિયલ મીડિયાનો મોટો રોલ સામે આવ્યો છે.તેવામાં અમદાવાદ શહેરની શાંતિ ન ડહોળાય અને કોઈ પણ ધર્મની લાગણી ન દુભાય તે માટે શહેર પોલીસે કોઈ પણ ઉશ્કેરણી જનક પોસ્ટ ન મુકવાની લોકોને અપીલ કરી છે.

Published On - 7:35 am, Tue, 14 June 22

Next Article