અમદાવાદમાં કેવી રીતે ઉજવાશે PM MODIનો 71મો જન્મદિવસ?, જાણો AMCની સ્ટેન્ડિંગ કમિટીએ લીધેલા નિર્ણયો

બાપુનગર લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 71 હજાર વૃક્ષ વાવી નમો વન બનાવાશે.નમો વનમાં સવારે 9 વાગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.

અમદાવાદમાં કેવી રીતે ઉજવાશે PM MODIનો 71મો જન્મદિવસ?, જાણો AMCની સ્ટેન્ડિંગ કમિટીએ લીધેલા નિર્ણયો
Various decisions were taken in the standing committee of AMC regarding PM MODI's birthday programs

AHMEDABAD : 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મો જન્મ દિવસ છે, રાજ્ય સહીત જેની દેશભરમાં ઉજવણી થવાની છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ના જન્મ દિવસની ઉજવણીને લઈને વિશેષ આયોજન કર્યું છે. AMC વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરશે. જેની શહેરમાં 500થી વધુ જગ્યા પર વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે. 45 વોર્ડમાં વેકસીનશન કેમ્પનું આયોજન કરાશે. જ્યાં દરેક લોકો લાભ લઇ શકશે. તો વધુમાં વધુ વેકસીનેશન થાય તેવું પણ આયોજન કરાયું.

કાંકરિયા ગેટ 1 પાસે 3 દિવસ માટે નરેન્દ્ર મોદીના કામના પ્રદર્શનનું આયોજન કરાશે. સાથે બાપુનગર લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 71 હજાર વૃક્ષ વાવી નમો વન બનાવાશે.નમો વનમાં સવારે 9 વાગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.

AMC દ્વારા લોકોના આરોગ્યને લઈને પણ આયોજન કરવામાં આવ્યું છે. AMCએ દીનદયાળ ઔષધિ કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 17 સપ્ટેમ્બરથી 160 સ્થળ પરદીનદયાળ ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવશે, જ્યાં ટિમ બેસાડી ડોકટરો હાજર રાખી લોકોને સેવા અપાશે. આમાં ગરીબ વર્ગ માટે ખાસ ધ્યાન અપાયુ છે. તો મફતમાં લોકો તે સેવાનો લાભ મેળવી શકશે. દીનદયાળ ઔષધિ કેન્દ્ર કાયમી ધોરણે ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં વિચારણા માટે આવેલા કામમો કાંકરિયા લરક ફ્રન્ટ એમ્યુઝમેન્ટ પાર્કના ચાર કામ પરત કરાયા. એટલે કે રદ્દ કર્યા છે, જે આગામી સ્ટેન્ડિંગમાં લેવાઈ શકે છે. કાંકરિયા લેક્ફ્રન્ટ એમ્યુઝમેન્ટ પાર્ક માટે વગર ટેન્ડર એ સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયેલ કામ ફેરવિચારણા પર મુકાયા છે.

મળતી માહિતી પ્રમાણે એજન્સીઓના કોન્ટ્રાકટ પુરા થયા ને 8 મહિના વીત્યા છતાં વગર ટેન્ડર 4 વર્ષ કોન્ટ્રાકટ મુદ્દત વધારવા દરખાસ્ત થઈ હતી. તો 4 એજન્સીઓ એમ્યુઝમેન્ટમાં કામ કરતી હોવાનું સંર આવ્યું હતું. જે આમ્રપાલી, તૃપ્તિ રિક્રિએશન, સ્કાય વન્ડર લેન્ડ પાસે છે એમ્યુઝમેન્ટ પાર્ક ના કોન્ટ્રાકટ છે. જે કામમાં મ્યુનિસિપલ કમિશનરને સત્તા સોંપવાનું કામ હતું. જોકે આ કામ અભ્યાસ માંગતા હોવાથી હાલ પુરતા રદ્દ કરવામાં આવ્યાં છે.

આજે 16 સપ્ટેમ્બરે મળેલી AMCની સ્ટેન્ડિંગમાં પાર્કિંગ પોલિસીને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે. જેમાં પાર્કિંગ પોલિસી અંગે ફેરવિચારણા કરવાનું નક્કી કરાયું છે. કેમ કે પાર્કિંગ પોલિસી લાગુ થાય તો શહેરીજનોને વધુ હાલાકી પડવાની સંભવાના હતી, જે ન બને માટે પોલિસી અભ્યાસ માંગતી હોવાથી ફેરવિચારણા પર કામ મુકાયું. જેમાં કમિટી બનશે અને તે કમિટી અભ્યાસ કરી પાર્કિંગ પોલિસી જાહેર કરશે.

હાલ પૂરતું આ પોલિસી માંથી જે વાહન રજિસ્ટ્રેશન વખતે જગ્યાનો પુરાવો બતાવનો નિયમ હતો તે રદ કરાયો છે. જેથી આવા લોકોને રાહત મળશે. જોકે સોસાયટી બહાર પાર્ક કરતા વાહનોએ ચાર્જ ચૂકવવા પડી શકે છે. પણ હાલ પાર્કિંગ પોલિસી અંગે વધુ અભ્યાસ માગતો હોવાથી આ કામ અટકી પડ્યું છે. જે કમિટી બન્યા બાદ યોગ્ય નિયમ બનાવી પાર્કિંગ પોલિસી ઘડવામાં આવશે તેવું AMC દ્વાર નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સૌનો કાર્યકાળ યશસ્વી રહે! PM મોદી અને અમિત શાહે નવા મંત્રીમંડળને પાઠવી શુભેચ્છાઓ

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati