AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: ભાજપના કાર્યકર સચિન ઠક્કર હત્યા કેસના મુખ્ય સૂત્રધાર પાર્થ પરીખ પર કસાશે કાયદાનો ગાળિયો, મારામારી સમયના હાજરી પુરવાર કરતા CCTV મળ્યા

Vadodara: વડોદરાના ચકચારી સચિન ઠક્કરની હત્યામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર પાર્થ પરીખ પર કાયદાનો સકંજો વધુ મજબૂત બનશે. મારામારી સમયના ઘટનાસ્થળ નજીક પાર્થ પરીખ હાજર હોય તેવા CCTV ફુટેજ હાથ લાગ્યા છે.

Vadodara: ભાજપના કાર્યકર સચિન ઠક્કર હત્યા કેસના મુખ્ય સૂત્રધાર પાર્થ પરીખ પર કસાશે કાયદાનો ગાળિયો, મારામારી સમયના હાજરી પુરવાર કરતા CCTV મળ્યા
yunus.gazi
| Edited By: | Updated on: Jul 30, 2023 | 10:27 PM
Share

Vadodara: વડોદરાના બહુચર્ચિત સચિન ઠક્કરની હત્યામાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધાર પાર્થ પરીખની ઘટના સમયે ઘટના સ્થળની આસપાસ હાજરી પુરવાર કરતા મહત્વ પૂર્ણ CCTV પોલીસને હાથ લાગ્યા છે, મારમારીના ઘટના સ્થળથી ગણતરીના પગલાના અંતરે પોસ્ટ ઓફિસ નજીકથી પાર્થ પરીખ હાથમાં લાકડાનો દંડો લઈને 25મી જુલાઈની રાત્રે 10.52 મિનિટે પસાર થઈ રહ્યો હોય તેવા મહત્વપૂર્ણ CCTV ફૂટેજ ગોત્રી પોલીસને નજીકના એક રેસ્ટોરન્ટમાંથી મળી આવ્યા છે.

સચિન ઠક્કર અને તેઓના પિતરાઈ ભાઈ પ્રિતેષ ઠક્કર ને બે શખ્સો બે રહેમી પૂર્વક માર મારતા હોય તેવો વીડિયો ગઈ કાલે વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયો સાથે એવી વાયકા વહેતી થઈ હતી કે હત્યા કેસની સજામાંથી મુખ્ય સૂત્રધાર પાર્થને બચાવવા માટે અને માત્ર બે આરોપી વિકાસ લોહાણા અને વાસીક ઉર્ફે સાહિલ અજમેરી દ્વારાજ માર મારવામાં આવે છે તેવું પ્રસ્થાપિત કરવા માટે મારામારીવાળો વીડિયો વાયરલ કરાયો હતો, પરંતુ કાનૂનના હાથ લાંબા હોય છે એ રીતે પોલીસે પાર્થની હાજરી અને તે પણ લાકડાના દંડા સાથે જતો હોય તેવા મહત્વપૂર્ણ cctv ફૂટેજ પોલીસે શોધી કાઢ્યા છે.

બંને વીડિયો સજા અપાવવા માટે મહત્વપૂર્ણ: વકીલ

પોલીસ પાસે આવેલ CCTV વીડિયો અંગે આજે કોર્ટમાં આરોપીઓને રજૂ કરાયા ત્યારે પણ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ગઈકાલે મારામારીનો વીડિયો બાદ આજે પાર્થ પરીખના હાથમાં લાકડા સાથેના સામે આવેલ CCTV વીડિયો અંગે કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ફરિયાદ પક્ષના વકીલ પ્રવીણ ઠક્કરે જણાવ્યું હતું કે આરોપીઓને સજા અપાવવામાં આ CCTV વિડીયો મહત્વનો પુરાવો પુરવાર થશે.

ત્રણેય આરોપી કોર્ટમાં રજૂ: પોલીસે 14દિવસના2 રિમાન્ડ માંગ્યા:5 દિવસના રિમાન્ડ આપ્યા

હત્યા કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાર્થ પરીખ, વિકાસ લોહાણા અને વાસીક ઉર્ફ સાહિલ અજમેરીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાંથી જજ સમક્ષ વર્ચ્યુલ આરોપીઓને રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મંગવામાં આવ્યા હતા. સરકારી વકીલ ઉપરાંત ફરિયાદીના વકીલ દ્વારા પણ નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી માટે આરોપીઓને રિમાન્ડ આપવા દલીલો કરી હતી.

રિમાન્ડ મળતાની સાથેજ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

ભાજપના કાર્યકર સચિન ઠક્કરની હત્યા કરનાર ત્રણ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી પંચનામાં સહિતની કાર્યવાહી કરી હતી. પાર્થ પરીખ, વિકાસ લોહાણા અને વાસીક અજમેરી ને કોર્ટ માં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ ત્રણેય આરોપીઓને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લઈ મિર્ચ મસાલા રેરેસ્ટોરન્ટ ની ગલીમાં પહોંચી હતી, જ્યાં સચિન અને પ્રીતે શ ને માર મારવામાં આવ્યો હતો,આ કેસ ના તપાસ અધિકારી આર બી રાણા એ ત્રણેય આરોપીઓ સાથે ઘટના ને સંલગ્ન પ્રશ્નોત્તરી કરી હતી.

કમિશનર શમશેરસિંઘ દ્વારા હત્યા કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ

સચિન ઠક્કર અને પ્રીતેશ ઠક્કરને જે બેરહેમીપૂર્વક માર મારતો વીડિયો વાયરલ થયો છે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અગાઉ થયેલી મારામારી અંગે ગોત્રી પોલીસ મથકે જે ફરિયાદ કરવામાં આવી હતી તે અંગે યોગ્ય તપાસ કરવામાં નહીં આવી હોવા અંગે પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં આક્ષેપીત પોલીસ કોન્સ્ટેબલ ને DCP ઝોન 2 દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે પોલીસ કમિશ્નર શમશેરસિંઘ દ્વારા હત્યા કેસની તપાસ ગોત્રી પોલીસ પાસેથી આંચકી લઈ સવારે ACP સી ડિવિઝનને સોંપવામાં આવી હતી. મોડી સાંજે કમિશનરે આ નિર્ણય બદલીને સાંજે આ કેસની તપાસ ACP સી ડિવિઝન આર બી રાણા પાસેથી પરત લઈ ક્રાઈમ બ્રાંચને સોંપી દેવાઈ છે.

આ પણ વાંચો : Vadodara: મેયર વિરૂદ્ધ પત્રિકા પોસ્ટ કરવાનો મુદ્દો, જપ્ત કરાયેલા લેપટોપ અને પ્રિન્ટરમાંથી અલ્પેશની સંડોવણીના પુરાવા હાથ લાગ્યા, જુઓ Video

વાયરલ વીડિયો મામલે સાયબર ક્રાઇમ સેલની લેવાઈ મદદ

સચિન ઠક્કર અને પ્રિતેષ ઠક્કરને જે બેરહેમી પૂર્વક માર મારતો વિડીયો વાયરલ થયો છે. તે વિડીયો ની પુષ્ટિ અને વીડિયો બનાવનાર ની વિશ્વસનીયતા અંગે તપાસ શરૂ કરાઇ છે, વિડીયો કોના દ્વારા ક્યાંથી બનાવવામાં આવ્યો, ક્યાં ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યો અને કેમ વાયરલ કરવામાં આવ્યો તે અંગે સાયબર ક્રાઇમ સેલ અને FSL ની મદદ લેવાઈ છે.

સાયબર ક્રાઇમના ACP હાર્દિક માંકડીયા એ આજે બપોરે મારામારી વાળા સ્થળની મુલાકાત લઈ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર તપાસનું સુપર વિઝન કરી રહેલા ઝોન2 DCP અભય સોનીએ જણાવ્યું કે આ ઘટના સાથે સંકળાયેલ તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. વૈજ્ઞાનિક પુરાવાઓ, સાંયોગિક પુરાવાઓ અને ટેક્નિકલ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે કે જેથી આરોપીઓને કડક સજા અપાવી શકાય જેથી સાયબર ક્રાઇમ સેલ,FSL સહિતની એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">