Vadodara Video: ભાજપ કાર્યકર સચિન ઠક્કરની હત્યા કેસના આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા
Sachin Thakkar Murder Case: સામાન્ય પાર્કિંગ બાબતે મીર્ચ મસાલા રેસ્ટોરન્ટની ગલીમાં ભાજપના કાર્યકર સચિન ઠક્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. લાકડી વડે માર મારવાને લઈને સચિન ઠક્કરને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યુ હતુ.
વડોદરા માં ભાજપના કાર્યકર સચિન ઠક્કરની હત્યા કરનારા ત્રણ આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. સામાન્ય પાર્કિંગ બાબતે મીર્ચ મસાલા રેસ્ટોરન્ટની ગલીમાં ભાજપના કાર્યકર સચિન ઠક્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. લાકડી વડે માર મારવાને લઈને સચિન ઠક્કર ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યુ હતુ. ઘટના અંગેનો વીડિયો પણ વાયરલ થયો હતો. ગોત્રી પોલીસે આ અંગેની ફરીયાદ નોંધીને તપાસ શરુ કરી હતી.
આરોપી પાર્થ પરીખ, સાહીલ અજમેરી અને વિકાસ લોહાણા એમ ત્રણ આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા.ઘટના અંગે વડોદરા પોલીસ દ્વારા હવે તપાસને ગોત્રી પોલીસ સ્ટેશન પાસેથી લઈને સી ડિવિઝનના એસીપીને સોંપવામાં આવી છે. ઘટનાને લઈ પોલીસે તપાસ શરુ કરી દેવામાં આવી છે. આ મામલામાં શરુઆતે બેદરકારી દાખવનારા પોલીસ કર્મચારીને ફરજ મોકુફ કરી દેવામાં આવ્યા હતા. ઘટના અંગે સાયબર સેલ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Dharoi Dam: ધરોઈ ડેમમાં એક દિવસમાં 1800 કરોડ લીટર પાણીની આવક થઈ, જળસપાટી માત્ર 3 સેન્ટીમીટર રુલ લેવલથી દૂર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News: અમદાવાદમાં ત્રણ દિવસ પાણી કાપ, 3 ઝોનના 17 વોર્ડમાં કાપ

જામનગરની જીજી હોસ્પિટલે આડેધડ ફેંકી દીધો બાયોમેડિકલ વેસ્ટ- જુઓ Video

ગીરના જંગલમાં વરસાદનો આનંદ માણતી સિંહણ જોવા મળી, જુઓ video

મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા ડ્રોનની મદદથી કરાયો દવા છંટકાવ
