ખાદ્યતેલના ભાવમાં એક મહિનામાં અસહ્ય વધારો, ડબ્બા દીઠ 250 રૂપિયા જેટલો વધારો ઝીંકાતા પ્રજા પરેશાન

ખાદ્યતેલના ભાવમાં એક મહિનામાં અસહ્ય વધારો, ડબ્બા દીઠ 250 રૂપિયા જેટલો વધારો ઝીંકાતા પ્રજા પરેશાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 7:59 PM

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે.

તેલના (Edible oil)ભાવમાં એક મહિના દરમિયાન તોતિંગ વધારો થયો છે. ડબ્બા દીઠ 250 રૂપિયા જેટલો વધારો ઝીંકાતા પ્રજાને મોંઘવારીનો કમરતોડ ઝટકો મળ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો આવ્યો છે. બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો તકનો લાભ લઇ રહ્યા છે. બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઇ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનું જણાવે છે. સીંગતેલ અને કપાસિયા તેલમાં 30 દિવસમાં 495 રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્રના લોકો પર 30 દિવસમાં જ 15 કરોડનો બોજો આવ્યો છે. ભાવ વધારાની વાત કરી તો રાજકોટમાં 26 ફેબ્રુઆરીના રોજ સીંગતેલનો (groundnut oil)ભાવ રૂ.2 હજાર 420 અને કપાસિયાનો (Cottonseed oil)ભાવ રૂ.2 હજાર 365 હતો. 26 માર્ચના રોજ સિંગતેલનો ભાવ વધીને રૂ.2 હજાર 670 થયો અને કપાસિયાનો ભાવ રૂ.2 હજાર 610 થયો. આમ એક મહિનામાં બન્ને તેલના મળીને 495 રૂપિયા ભાવ વધ્યો છે.

મધ્યમ વર્ગના પરિવારોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. કોરોનાકાળમાં થયેલા લોકડાઉનમાં આર્થિક માર સહન કર્યા પછી હવે જનતાએ મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. હવે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.

આ પણ વાંચો : ગુજરાત કથિત વનરક્ષક પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા

આ પણ વાંચો : ગુજરાતમાં વનરક્ષક પરીક્ષાનું પેપર લીક થવાની આશંકા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આપી આ પ્રતિક્રિયા

g clip-path="url(#clip0_868_265)">