Rajkot: ગણેશ મહોત્સવના જાહેરનામા પર વિવાદ, છેલ્લી ઘડીએ નવા નિયમોથી આયોજકોની વધી મુશ્કેલી, જુઓ Video

Rajkot: ગણેશ મહોત્સવના જાહેરનામા પર વિવાદ, છેલ્લી ઘડીએ નવા નિયમોથી આયોજકોની વધી મુશ્કેલી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 6:56 PM

મહોત્સવના ગણતરીના દિવસો પહેલા પોલીસનું જાહેરનામું સામે આવ્યું છે. અંતિમ તૈયારી પહેલા 9 ફૂટથી ઉંચી મૂર્તિ પર પ્રતિબંધ મુકાયો છે. અંતિમ ઘડીએ જાહેરનામું આવતા આયોજકો નારાજ થયા છે. આયોજકોનું આયોજન ખોરવાઈ તેવી ભીતિ છે કારણ કે મૂર્તિના ઓર્ડર આપી દીધા બાદ જાહેરનામું ભાર પાડવામાં આવ્યું હતું.

Rajkot: દોઢ મહિનાનો સમય છે ગણેશોત્સવને લઈને ત્યારે સ્વાભાવિક પ્રતિમાઓ બનાવનારાઓ અંતિમ તૈયારીઓમાં હોય અને ત્યારે જાહેરનામું આવે કે 9 ફૂટથી ઉંચી પ્રતિમા નહીં ચાલે જેથી સ્વાભાવિક અસંતોષ થવાનો.

આવી જ સ્થિતિ થઈ છે રાજ્યના બે મહાનગરોમાં. પહેલા વડોદરા અને હવે રાજકોટમાં મૂર્તિના માપને લઈને માથાકૂટ શરૂ થઈ છે.  બન્ને શહેરમાં પ્રસિદ્ધ થયેલા જાહેરનામામાં 9 ફૂટથી વધારે ઉંચી મૂર્તિઓ પર પ્રતિબંધનો ઉલ્લેખ છે.

આ સિવાય અન્ય કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. બન્ને શહેરના આયોજકો અને મૂર્તિકારોનો એક જ સૂર છે કે એક વર્ષ પહેલા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોત તો સારૂ હતું. અંતિમ ઘડીએ જાહેર થયેલા નિયમોથી ન માત્ર આર્થિક નુક્સાન પણ સમગ્ર આયોજન ખોરવાઈ શકે છે.

આ પણ વાંચો : Rajkot : રાજકોટ લખતર રૂટની ST બસ ખખડધજ હાલતમાં, Videoમાં જુઓ દ્રશ્યો

હજુ તો વડોદરા પોલીસના જાહેરનામાથી વિવાદની આગ શાંત થઈ નથી ત્યાં રાજકોટ પોલીસનું જાહેરનામું વિવાદનું વંટોળ ઉભુ કરી શકે છે. રાજકોટમાં હજુ સુધી તો વિવાદે તૂલ પકડી નથી પણ આયોજકોના નિવેદન ફેલાયેલા આંતરિક અસંતોષ તરફ ઈશારો કરી રહ્યા છે. આયોજકોનું કહેવું છે કે શહેરમાં POPની મૂર્તિ બનાવટનું કામ ધમધમી રહ્યું છે. વેચાણ પણ થઈ રહ્યું છે. તો તંત્રએ પહેલા આવા લોકો પર કાર્યવાહી કરવી જોઈએ.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 04, 2023 06:55 PM
g clip-path="url(#clip0_868_265)">