Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : આ પરિવાર 73 વર્ષ જૂની ‘લાલપરી’ માં જશે ભારતથી લંડન, 16 દેશોમાંથી 12 હજાર કિમીનો કરશે પ્રવાસ, જુઓ Video

અમદાવાદથી ઠાકોર પરિવાર લાલપરી માં વિશ્વની સફર કરશે. વિન્ટેજ કારમાં ભારતથી લંડન સુધી જશે જે દરમ્યાન 16 દેશોમાંથી 12 હજાર કિમીનો છે પ્રવાસનું આયોજન કરાયું છે. વીજળી માટે સોલાર પેનલનો પણ ઉપયોગ કરાશે.

Ahmedabad : આ પરિવાર 73 વર્ષ જૂની 'લાલપરી' માં જશે ભારતથી લંડન, 16 દેશોમાંથી 12 હજાર કિમીનો કરશે પ્રવાસ, જુઓ Video
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Aug 06, 2023 | 5:35 PM

અમદાવાદનો એક પરિવાર અનોખા પ્રવાસમાં જશે. અમદાવાદનો  ઠાકોર પરિવારની ત્રણ પેઢી એક સાથે ‘લાલપરી’ એટલે કે વિન્ટેજ કારમાં ભારતથી લંડન સુધી પ્રવાસ કરશે. જે અમદાવાદથી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી શરૂ કરવામાં આવનાર છે.

આ સમગ્ર પ્રવાસ દરમિયાન તેઓ 12 હજાર કિમીના અંતર્ગત UAE, ઈરાન, જ્યોર્જિયા, અઝરબૈજાન, તુર્કી, નોર્થ મેસેડોનિયા, બલ્ગેરિયા, આલ્બેનિયા, મોન્ટેનેગ્રો, ક્રોએશિયા, સ્વિત્ઝર્લેન્ડ, ઈટલી, લક્ઝમબર્ગ, જર્મની, બેલ્જીયમ અને ફ્રાન્સ સહિત 16 દેશોમાંથી તેઓ પ્રવાસ કરવાના છે.

IPLના ઈતિહાસમાં કઈ ટીમ સૌથી વધારે મેચ હારી જાણો?
બે પત્નીઓનો પતિ હવે ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક! બધા વચ્ચે પકડી લીધો હાથ
બોલિવુડથી દુર છે અમિતાભ બચ્ચનની દીકરી, જુઓ ફોટો
તમારો EPFO ​​પાસવર્ડ ભૂલી ગયા છો? ચિંતા ના કરો... આ રીતે તેનો ઉકેલ લાવો
Jio ફ્રીમાં આપી રહ્યું IPL જોવાનો મોકો ! લોન્ચ કરી અનલિમિટેડ ઓફર
મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું કઈ વાતનો સંકેત આપે છે? આ જાણી લેજો

મહત્વનુ છે કે તેઓ આ પ્રવાસની શરૂઆત 73 વર્ષ જૂની વિન્ટેજ કારમાં પ્રવાસ માટે તેમણે કઇંક ખાસ તૈયારીઓ પણ કરી છે. તેમણે ફોલ્ડિંગ ટેન્ટ, ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરી લીધી છે. જેથી કરીને તેમને અન્ય દેશોમાં કોઇ મુશ્કેલી ન પડે. એટલું જ નહિં આ અવિશ્વસનીય પ્રવાસના આયોજન માટે કાર પર સઘન સમારકામ પણ કરવામાં આવ્યું છે. અલગ-અલગ દેશોમાંથી તેના સ્પેરપાર્ટ્સ પણ મગાવવામાં આવ્યા છે.

આ અનોખા પ્રવાસમાં 50 વર્ષના દમન ઠાકોરની સાથે તેમના પિતા દેવલ ઠાકોર, અને તેમની દિકરી દેવાંશી ઠાકોર પણ જોડાશે. વિનય પંજવાણી તથા વિન્ટેજ કાર નિષ્ણાંત મુકેશ બારરીયા પણ આ પ્રવાસમાં સાથે રહેશે.. જેથી કરીને કોઇ મુશ્કેલી ન થાય. તો પ્રયાસના પડકારોને ધ્યાનમાં લેતા મેડ ઈન ઈન્ડિયા કેમ્પર વાન અભિયાનને સમર્થ આપશે, જેને ‘લાલ પરી કી સહેલી’ નામ આપવામાં આવ્યું છે. રોકાણ દરમ્યાન વીજળીની જરૂરિયાત માટે સોલાર પેનલ્સનો ઉપયોગ કરશે અને એ રીતે સમગ્ર પ્રવાસ દરમ્યાન ઈકોફ્રેન્ડલી પ્રણાલિને પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો : અમદાવાદના સીજી રોડ પર પુરઝડપે જતી કારનો અકસ્માત, ફરાર કાર ચાલકની ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી, જુઓ Video

હવે સવાલ એ છે કે, ‘લાલપરી’ નામ કેવી રીતે પાડવામાં આવ્યું? આયોજકનું કહેવું છે કે, તેમની માતા, તેમને લાલપરી નામની એક વાર્તા કહેતી હતી.. અને આ વાર્તા પરથી જ તેમણે આ કારનું નામ ‘લાલપરી’ પાડ્યું છે. પ્રવાસનો ઉદ્દેશ વિવિધ દેશની સરહદો પાર કરીને એ કથાઓને પુન:તાજી કરવાનો છે, અને દરેક વયના લોકોને પ્રેરણા મળે તે પણ ઉદ્દેશ જોડાયેલો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">