ગર્વ છે ગુજરાતને: 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો થકી 9 રાજ્યોમાં આટલા ટન ઓક્સિજન સપ્લાય

પશ્ચીમ રેલ્વેએ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં સદી ફટકારી છે. અત્યાર સુધીમાં આશરે 8971.19 ટન ઓક્સિજન 9 રાજ્યોમાં પૂરો પાડવામાં આવ્યો છે.

ગર્વ છે ગુજરાતને: 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો થકી 9 રાજ્યોમાં આટલા ટન ઓક્સિજન સપ્લાય
ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન (પ્રતિકાત્મક તસ્વીર)
Darshal Raval

| Edited By: Gautam Prajapati

Jun 27, 2021 | 11:32 AM

ભારતીય રેલ્વેએ દેશભરના વિવિધ રાજ્યોમાં મિશન મોડમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન પહોંચાડીને રાહત આપવાની પ્રક્રિયા ચાલુ રાખી છે. આ જ ક્રમમાં પશ્ચીમ રેલ્વેએ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની સદી ફટકારી છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કાંસલના સક્ષમ માર્ગદર્શન હેઠળ રેલવેના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા રાત-દિવસ મહેનત કરીને પ્રાધાન્ય ધોરણે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો સફળતાપૂર્વક ચલાવવામાં આવી હતી. જેના પરિણામે આ નોંધપાત્ર સિદ્ધિ રેલવેએ પ્રાપ્ત કરી છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આપેલી માહિતી પ્રમાણે પશ્ચિમ રેલ્વેએ 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવીને અનોખું લક્ષ્ય હાંસલ કર્યું છે. અને અત્યાર સુધીમાં આશરે 8971.19 ટન ઓક્સિજન દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં પૂરો પાડવામાં આવ્યો છે. આ ટ્રેનોમાં લગભગ 8971.19 લિક્વિડ મેડિકલ ઓક્સિજન પરિવહન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે પહેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન નવીન પ્રયત્નોથી BWT વેગનમાં RO-RO સેવા અંતર્ગત ઓક્સિજન ટેન્કરોથી ભરેલી ટ્રક લોડ કરીને 25 એપ્રિલ, 2021 ના ​​રોજ રાજકોટ ડિવિઝનના હાપાથી કાલમ્બોલી (મહારાષ્ટ્ર) માટે રવાના થઈ હતી. ત્યાર બાદ 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો પશ્ચિમ રેલ્વે દ્વારા સંચાલિત કરવામાં આવી છે.

26 જૂન 2021 ના ​​રોજ પશ્ચિમ રેલ્વેની 100 મી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનને આંધ્રપ્રદેશના ગુંટુર માટે રાજકોટ ડિવિઝનના રિલાયન્સ રેલ ટર્મિનલ કાનાલુસથી રવાના કરવામાં આવી હતી, જેમાં 8 ઓક્સિજન ટેન્કરમાં 137.21 ટન ઓક્સિજન પરિવહન કરવામાં આવ્યું હતું. વહેલી તકે તેમના લક્ષ્યો સુધી પહોંચવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજનને અગ્રતા પર અવિરત માર્ગ પર ચલાવવામાં આવી રહ્યું છે.

આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતવાળા કોવિડ -19 દર્દીઓને મેડિકલ ઓક્સિજન આપવામાં આવ્યું હતું. જેનાથી ઘણા નાગરિકોના કિંમતી જીવ બચાવવામાં આવી શક્યા. ભારતીય રેલ્વે ઓક્સિજનની જરૂરિયાતવાળા રાજ્યોને ટૂંક સમયમાં શક્ય તેટલું લિક્વિડ મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવા તૈયારી બતાવી છે. જેથી લોકોમાં જીવ બચાવી શકાય.

આ પણ વાંચો: CM વિજય રૂપાણીએ સોમનાથ દાદાના કર્યા દર્શન, મહામારીની ત્રીજી લહેર ન આવે તેવી કરી પ્રાર્થના

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati