Drunk and driving : અમદાવાદના મણિનગરમાં નશાની હાલતમાં કાર હંકારીને અકસ્માત સર્જનાર અને કારમાં સવાર લોકો સામે ગુનો નોંધાયો છે. કાર ચલાવનાર કેદાર દવે નામના શખ્સ સામે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ડ્રન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો છે. જ્યારે કારમાં સવાર અન્ય 3 લોકો સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો : Ahmedabad: આ હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો વાળા અમદાવાદના હેરિટેજ ચબૂતરા તમે નહીં જોયા હોય, જુઓ PHOTOS
કારમાં સવાર 3 લોકોમાં ઋત્વિક માંડલિયા, સ્વરાજ યાદવ અને પ્રીત સોની નામના શખ્સો સામેલ છે. અકસ્માત સમયે તેઓ પણ નશાની હાલતમાં હતા. તપાસમાં સામે આવ્યું છે કે મારૂતિની સિયાઝ કાર નિલેશ આચાર્ય નામના શખ્સની છે. જોકે આ કાર કેદાર યાદવ ચલાવતો હતો.
મહત્વનું છે કે ગત રાત્રે મણિનગરના ભૈરવનાથ રોડ પર નશામાં ધૂત નબીરાએ બાંકડા સાથે કાર અથડાવતા જ પલટી મારી ગઈ હતી. સદનસીબે કોઈની જાનહાનિ નથી થઈ પરંતુ પોલીસે કારચાલક સહિત ચારેય શખ્સોની અટકાયત કરી છે.
આ ઘટના ભૈરવનાથ રોડ પર રાજકમલ બેકરી સામેની છે. જ્યાં નશામાં ધૂત કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી બાંકડા સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. આ દરમિયાન કેટલાક લોકો બાંકડા પર બેસેલા હતા. જોકે સમયસૂચકતા વાપરીને લોકો ત્યાંથી દૂર ખસી જતાં બચી ગયા હતા. કારમાં બિયરની બોટલ જોતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ આવીને તમામની ધરપકડ કરી છે.
મણીનગરમાં સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલક કેદાર દવેએ નિવેદન આપ્યું કે તેને પોતે નશો નથી કર્યો. જોકે કેદાર દવે સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ નો ગુનો દાખલ કરાયો છે. કેદાર દવે બહાર જમવા ગયો અને બાદમાં પરત ફરતી વખતે અકસ્માત સર્જ્યા હોવાનું જણાવ્યું. સાથે જ એક વ્યક્તિને બચાવવા જતા અકસ્માત થયા હોવાનું જણાવ્યું. જો કે નશો કર્યો છે કે નહીં તેને લઈને કોઈ કબુલાત ન કરી. જોકે નશાની બોટલો લીધી હોવાની તેણે કબુલાત કરી.
Published On - 11:48 am, Mon, 24 July 23