Teesta Setalvad અને આર.બી. શ્રીકુમારની જામીન અરજી પર કોર્ટ શુકવારે ચુકાદો આપશે

|

Jul 28, 2022 | 7:08 PM

ગુજરાત રમખાણો કેસમાં ધરપકડ કરાયેલ તિસ્તા સેતલવાડ (Teesta Setalvad) અને આર. બી. શ્રીકુમારે કરેલી જામીન અરજીનો ચુકાદો શુક્રવારે આવશે. આ કેસમાં અદાલતે 21 જૂલાઇના રોજ તમામ સુનવણી પૂર્ણ કરી હતી.

Teesta Setalvad અને આર.બી. શ્રીકુમારની જામીન અરજી પર કોર્ટ શુકવારે ચુકાદો આપશે
teesta setalvad and rb sreekumar
Image Credit source: File Image

Follow us on

ગુજરાત(Gujarat)  રમખાણો કેસમાં ધરપકડ કરાયેલ તિસ્તા સેતલવાડ (Teesta Setalvad) અને આર. બી. શ્રીકુમારે કરેલી જામીન(Bail)  અરજીનો ચુકાદો શુક્રવારે આવશે. આ કેસમાં સેશન્સ કોર્ટે  21 જૂલાઇના રોજ તમામ સુનવણી પૂર્ણ કરી હતી. જેની બાદ કોર્ટે આ ચૂકાદો અનામત રાખ્યો હતો. જેમાં રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કરતા તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમાર સામેના પ્રાથમિક પુરાવા કોર્ટના રેકોર્ડ પર મૂક્યા હતા. સરકારી વકીલે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે આરોપીઓને જામીન આપવામાં આવે તો કેસની તપાસને અસર પડશે.

સરકારે રજૂઆત કરી હતી કે હાલ કેસની તપાસ ચાલી રહી છે, તપાસનો તબક્કો છે અને આરોપીઓ વગદાર તેમ જ કેસની તપાસને અસર પાડી શકે તેવા છે. તેવા સંજોગોમાં જામીન ન આપવા જોઈએ. રાજકીય પક્ષ સાથેનું મેળાપીપળું અને અન્ય બાબતો પણ જામીન અરજીના વિરોધમાં કરવામાં આવ્યો છે.

જેમાં તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમાર સામે જામીન અરજીનો રાજ્ય સરકારે વિરોધ કરતા તિસ્તા સેતલવાડ સામેના પ્રાથમિક પુરાવા કોર્ટમાં રેકોર્ડ પર મૂક્યા હતા અને આરોપીઓને જામીન આપવામાં આવે તો કેસની તપાસને અસર પડશે તેવી પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે હાલ જ્યારે આ કેસ ઉપર હજુ પણ તપાસ ચાલી રહી છે તો અને આ કેસની તપાસ ખૂબ જ નાજુક તબક્કે છે બીજી બાજુ આ બચાવ પક્ષના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રી કુમારે જી કેસ કરવામાં આવ્યા છે તે ખોટા કેસ થયા છે, તેથી આ તબક્કે અમારા જામીન મંજૂર કરવા જોઈએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નોંધનીય છે કે સરકારી વકીલ દ્વારા કોર્ટને જણાવાયું હતું કે તિસ્તાએ 2014માં કાલિકા માતાના ફોટો સાથે છેડછાડ કરી હતી, જેને આતંકી સ્વરૂપ આપવાની ચેષ્ટા કરી હતી. ત્યારબાદ ટ્વીટ ડિલીટ કરી માફી માંગી હતી. આ પ્રકારની ઘટના પર પણ ધ્યાન આપવાની જરૂર છે. સરકારી વકીલે ટ્વીટની કોપી કોર્ટમાં રજૂ કરી હતી. અગાઉ તિસ્તાની પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી,પરંતુ તેમને તપાસમાં સહકાર ન આપ્યો હોવાની દલીલ પણ સરકારી વકીલે કરી હતી.

કોર્ટમાં એસઆઈટીએ એવી રજૂઆત કરી હતી કે આરોપી તીસ્તા સેતલવાડ અને અન્ય લોકોનો હેતુ ગુનાને સનસનાટી ભર્યો બનાવવાનો હતો અને તે પણ અગમ્ય કારણોસર. ત્રણેય આરોપીઓમાંથી બે અસંતુષ્ટ પોલીસ અધિકારીઓ છે અને અન્ય આરોપી તીસ્તા સેતલવાડ રાજકીય મહત્વાકાંક્ષી વ્યક્તિ છે.

Next Article