Gold : ગાંધીનગરમાં દેશનું પહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ કાર્યરત થશે, જાણો તેની વિશેષતાઓ
જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) 29 જુલાઈના રોજ ગિફ્ટ સિટી ખાતે દેશના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની શરૂઆત કરશે. તેઓ આ સમયગાળા દરમિયાન ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના મુખ્યાલયની ઈમારતનો શિલાન્યાસ પણ કરશે. એટલે કે ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) SGX Nifty ટ્રેડિંગ શરૂ કરવા માટે તૈયાર છે. ભારતમાં ગોલ્ડ ફાઇનાન્સને પ્રોત્સાહન આપવા ઉપરાંત તે ગુણવત્તાની ખાતરી સાથે જવાબદાર સોર્સિંગ અને કાર્યક્ષમ ભાવ શોધની સુવિધા પણ આપશે. આ બુલિયન એક્સચેન્જને ભારતમાં સોનાની આયાત માટે મુખ્ય પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હવે દેશમાં જે પણ સોનું આવશે તે આ એક્સચેન્જ દ્વારા આવશે.
ગિફ્ટ સિટીની વિશેષતા
ગિફ્ટ સિટી ગુજરાતમાં એક સુઆયોજિત વિસ્તાર છે જ્યાં ઘણા નાણાકીય અને ટેકનોલોજી સંબંધિત બિઝનેસ સેન્ટર છે. સરકાર ગિફ્ટ સિટીને સિંગાપોર, દુબઈ અને હોંગકોંગ જેવા આંતરરાષ્ટ્રીય નાણાકીય હબની સમકક્ષ બનાવવાની યોજના ધરાવે છે. IFSC ઓથોરિટીએ જણાવ્યું હતું કે Connect GIFT-IFSC ડેરિવેટિવ્ઝ માર્કેટમાં તરલતાની સ્થિતિમાં વધુ સુધારો કરશે અને વધુને વધુ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ બજારમાં પ્રવેશ કરશે. ઉપરાંત, GIFT-IFSC સમગ્ર નાણાકીય ઇકોસિસ્ટમ પર હકારાત્મક અસર કરશે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર | |
MCX GOLD : 51150.00 430.00 (0.85%) – 14:11 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 52956 |
Rajkot | 52976 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 52000 |
Mumbai | 51060 |
Delhi | 51060 |
Kolkata | 51060 |
(Source : goodreturns) | |
22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.