અમદાવાદીઓ ચેતી જજો ! ટ્રાફિકના નિયમો નહી પાળો તો 1 હજાર થી 3 હજાર સુધીનો ચાલ્લો કરવા રહેજો તૈયાર
શહેરમાં રોંગ સાઈડે વાહન (Vehicle) ચલાવવાને પગલે અનેકવાર અકસ્માત થતા હોય છે.જેથી હવે એક અઠવાડિયા સુધી પોલીસ નિયમ વિરુદ્ધ વાહન ચલાવનારાઓ સામે કેસ કરીને દંડ વસૂલશે.
Ahemdabad : અમદાવાદમાં ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) દ્વારા વિશેષ ડ્રાઈવનું આયોજન કરાયું છે. જેમાં રોંગ સાઈડે વાહન ચલાવનારા તેમજ HSRP નંબર પ્લેટ ન લગાવનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.શહેરમાં રોંગ સાઈડે વાહન (Vehicle) ચલાવવાને પગલે અનેકવાર અકસ્માત થતા હોય છે.જેથી હવે એક અઠવાડિયા સુધી પોલીસ નિયમ વિરુદ્ધ વાહન ચલાવનારાઓ સામે કેસ કરીને દંડ વસૂલશે.તમને જણાવી દઈએ કે, 11 જૂન સુધી આ સ્પેશિયલ ડ્રાઈવ(Special Drive) ચાલુ રહેશે.
રોંગ સાઈડે વાહન ચલાવનારા સામે પોલીસની તવાઈ
HSRP વગર ફરતા વાહનચાલકો પાસેથી રૂપિયા 1000નો દંડ વસૂલ કરવામાં આવશે. ઉપરાંત રોંગ સાઈડમાં બાઈક ચલાવનાર પાસેથી રુપિયા 1500, કાર ચાલક પાસેથી રુપિયા 3 હજાર તેમજ ટ્રક કે બસ જેવાં મોટા વાહનો પાસેથી રૂપિયા 5 હજાર દંડ વસૂલ કરાશે. શહેરમાં બનતા ગંભીર અકસ્માતને ઘટાડવા તેમજ ગુનેગારોને તુરંત ઝડપી લેવા માટે આ કાર્યવાહી કરાઈ છે,ત્યારે અમદાવાદીઓએ હવે ચેતી જવાની જરૂર છે.