અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ આજે દોષિતોને સંભળાવશે સજા, 77 પૈકી 49ને કોર્ટે કર્યા છે દોષિત જાહેર
2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ માં 9 ફેબ્રુઆરીએ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ (Ahmedabad serial blast case)માં આજે મહત્વનો દિવસ છે. શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ (special court) આજે સજાનું એલાન કરશે. 49 દોષિતોને કોર્ટ સજા સંભળાવશે. અગાઉ 9 ફેબ્રુઆરીએ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો હતો અને 2008માં અમદાવાદને રક્તરંજિત કરનારા 49ને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.
વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજાના મુદ્દે 15 ફેબ્રુઆરીએ તમામ પક્ષે સુનાવણી (hearing) પૂર્ણ થઇ હતી. વિશેષ અદાલતે દોષિતોનો અને બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. પ્રોસિક્યુશન તરફથી દોષિતોને ફાંસીની સજાની માંગણી કરાઈ હતી જ્યારે બચાવ પક્ષ તરફથી લઘુત્તમ સજાની માગણી કરાઈ હતી. હવે 18 ફેબ્રુઆરીના રોજ વિશેષ અદાલત આ કેસમાં સજાનું એલાન કરશે.
2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ માં 9 ફેબ્રુઆરીએ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.
દોષિતો પર શું આરોપ છે?
બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીઓની વાત કરીએ તો. ઇકબાલ શેખ પર ઠક્કરનગરમાં સાયકલ બ્લાસ્ટ અને AMTSમાં બ્લાસ્ટ કરવાનો આરોપ છે. તો ઇસ્માઇલ ઉર્ફે રાજિક પર એલ.જી.હોસ્પિટલમાં વિસ્ફોટકો ભરેલી કાર મુકીને બ્લાસ્ટ કરવાનો આરોપ છે. જ્યારે અફઝલ ઉસ્માની નામના આરોપી પર સિવિલમાં વિસ્ફોટકો ભરેલી કાર મુકીને બ્લાસ્ટ કરવાનો આરોપ છે. તો અન્ય આરોપી મુફ્તી અબુબસર શેખ પર બ્લાસ્ટનું કાવતરૂ ઘડીને મદદગારીનો આરોપ છે. જ્યારે અન્ય મુખ્ય આરોપી છે ઉજ્જૈનના મહાકાલનો સફદર હુસૈન નાગોરી. નાગોરી પર બ્લાસ્ટ માટે ફંડ એકત્ર કરવાનો આરોપ છે.
આતંકીઓએ 2008માં અમદાવાદમાં એક પછી એક 21 સિરિયલ બ્લાસ્ટ કરીને અમદાવાદમાં રીતસર આતંક મચાવ્યો હતો અને નદીપારના 20 વિસ્તારો શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યા હતા. 26મી જુલાઇ 2008, શનિવારના દિવસે આ ઘટના બની હતી. આ દિવસ કેટલાક નિર્દોષ નાગરિકો માટે રક્તરંજિત સાબિત થયો હતો. આ દિવસે ક્યાંક મંદિર બહાર, તો ક્યાંક હોસ્પિટલની ઓપીડીમાં, ક્યાંક ફ્રુટની લારી નજીક, તો ક્યાંક પાનના ગલ્લા બહાર બોમ્બ બ્લાસ્ટ થયા અને અફરાતફરી સર્જાઇ હતી. શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 56 નિર્દોષ નાગરિકોની બલી ચઢી, તો 244 જેટલા નાગરિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો-
જયરાજસિંહના કોંગ્રેસમાંથી રાજીનામાં પર MLA હિતુ કનોડિયા કહ્યું, અમે સ્વાગત કરવા તૈયાર છીએ
આ પણ વાંચો-