અમદાવાદમાં અફવાનું બજાર ગરમઃ પેટ્રોલ ભરાવા મોડી રાત્રે લાગી કતારો

|

Jun 12, 2022 | 8:05 AM

પેટ્રોલ (Petrol )ચારેક દિવસ સુધી નહીં મળે એવી અફવાને પગલે શનિવારે મોડી રાતે અમદાવાદમાં (Ahmedabad) વિવિધ પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો લાગી હતી.

અમદાવાદમાં અફવાનું બજાર ગરમઃ પેટ્રોલ ભરાવા મોડી રાત્રે લાગી કતારો

Follow us on

Rumors About Petrol in Ahmedabad: અમદાવાદમાં  ( Petrol )પેટ્રોલ ખૂટી પડવાની અફવાએ વેગ પકડ્યો હતો અને તેના પગલે શનિવારે મોડી રાત્રે શેહેરના નહેરૂબ્રિજ, પાલડી સહિતના વિસ્તારોમાં લોકોએ વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટે   લોકોએ પેટ્રોલ પંપ ઉપર (Petrol pump)લાઇનો લગાડી હતી. સામાન્ય રીતે આવી કતારો પેટ્રોલના ભાવ વધવાના હોય તેના આગલા દિવસે જોવા મળતી હોય છે પરંતુ ખોટી અફવાને પગલે  લોકો પેટ્રોલ ભરાવવા ઉમટી પડ્યા હતા.  ખાસ તો   શહેરના નહેરૂબ્રિજ પાસે આવેલા  પેટ્રોલ પંપ ઉપર મોટી સંખ્યામાં  નાગરિકો પેટ્રોલ ભરાવા ઉમટી  પડેલા જોવા મળ્યા હતા.

સોશ્યિલ મીડિયા દ્વારા આ અફવાને વેગ મળ્યો હતો.સોશ્યિલ મીડિયામાં એવો સંદેશો વહેતો થયો હતો કે આગામી ચાર દિવસ સુધી અમદાવાદમાં પેટ્રોલનો જથ્થો મળશે નહીં. આ મેસેજને પગલે લોકો પોતાના ટુ વ્હિલર અને ફોર વ્લિહર લઇને પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા . જેના પરિણામે પેટ્રોલ પંપ પર અતિશય ભીડ એકઠી થઈ ગઈ હતી અને રાત્રિના સમયે પેટ્રોલ પંપ ઉપર ઓછા સ્ટાફ સાથે ભીડને નિયંત્રણમાં રાખવા તેમજ લોકોને પેટ્રોલ ભરી આપવામાં પણ  પેટ્રોલ પંપ સંચાલકોને તકલીફ પડી હતી.

પેટ્રોલ પંપ સંચાલકોની અફવાથી બચવા અપીલ

એક સાથે લોકોનો પેટ્રોલ ભરાવા માટે ધસારો થયો હતો.  જેનઆથી પેટ્રોલ પંપ સંચાલકો પણ આશ્ચર્યમાં મૂકાઈ  ગયા હતા. જોકે ઘટનાની જાણ થતા   પેટ્રોલ પંપ સંચાલકોએ લોકોને અફવાથી ન દોરાવા અપીલ કરી હતી. પેટ્રોલ પંપ સંચાલકોએ કહ્યું હતું કે પેટ્રોલનો જથ્થો પૂરતો છે તેથી લોકો ખોટી વાતો પર ધ્યાન ન આપે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Next Article