Ahmedabad: 31 તારીખે કોઈ પેટ્રોલ પંપ ડીલર પેટ્રોલ-ડીઝલ નહિ ખરીદે, રાજ્યભરના ડીલરોએ કરી જાહેરાત, જાણો શું છે કારણ

16 રાજ્યોના એસોસિએશને આપેલા એલાનમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના (Gujarat Petroleum Dealers Association) સભ્યો પણ જોડાવાના છે. 31મી મેએ પેટ્રોલ પંપ ડીલર પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરશે નહીં.

Ahmedabad: 31 તારીખે કોઈ પેટ્રોલ પંપ ડીલર પેટ્રોલ-ડીઝલ નહિ ખરીદે, રાજ્યભરના ડીલરોએ કરી જાહેરાત, જાણો શું છે કારણ
Petrol Pump (File Image)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 29, 2022 | 3:46 PM

પેટ્રોલ ડીઝલના (Petrol diesel) ભાવ વધારાને લઈને એસોસિએશનએ સરકારને અનેક વખત રજુઆત કરી છે. હાલમાં સરકારે લોકોની હાલાકી પર ધ્યાન આપી ભાવમાં ઘટાડો કરતા આંશિક રાહત મળી છે. ત્યાં બીજી તરફ ગુજરાત (Gujarat) સહિત દેશભરના પેટ્રોલિયમ ડિલરોના માર્જિનમાં 2017ના વર્ષથી વધારો કરવામાં નહીં આવતા તેના વિરોધમાં પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન (Petrol Pump Dealers Association) દ્વારા 31મેના રોજ ‘નો પરચેઝ’ આંદોલન જાહેર કરવામાં આવ્યું છે.

16 રાજ્યોના એસોસિએશને આપેલા એલાનમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના પણ સભ્યો જોડાવાના છે. 31મી મેએ પેટ્રોલ પંપ ડીલર પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરશે નહીં. જો કે ગ્રાહકોને તેનાથી કોઈ તકલીફ નહીં પડે અને પેટ્રોલ, ડીઝલ, સીએનજીનું વેચાણ ચાલુ રહેશે જેના માટે પંપ ધારકોએ એડવાન્સ જથ્થો પણ મગાવી લીધો હોવાનું નિવેદન પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને આપ્યું છે.

પેટ્રોલ પંપ ડીલર એસોસિએશના પ્રમુખે અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, 2017 મા માર્જિનમાં વધારો કરાયો હતો જે બાદ 2018માં 1.50 ની સામે 2.50 ટકા માર્જિન વધારવાની માગ રજૂ કરાઈ હતી. જોકે તે માગને રજૂ કરે 4 વર્ષ ઉપર વીતી ગયું. જેને લઈને સરકારમાં મુદ્દો પહોંચાડવા માટે ભરતના પેટ્રોલ પંપ ડિલર્સ એસોસિએશને 31 મેના રોજ નો પરચેઝની જાહેરાત કરી છે. તો ગુજરાતના પેટ્રોલિયમ ડિલરોએ OMC ને જાણ કરી છે કે અન્ય રાજ્યો દ્વારા જાહેર કરાયેલા 31 મેના રોજ નો પરચેઝ આંદોલનમાં જોડાવાના છીએ. શનિવારે અમદાવાદ ખાતે SLCની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. તેમાં IOCL, BPCL, HPCLના વરિષ્ઠ અધિકારીઓ અને ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના ડિલર પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

OMC અધિકારીઓએ ડિલરના પ્રતિનિધિઓને 31મેના ‘નો પરચેઝ’ દિવસમાં ન જોડાવા વિનંતી કરી હતી. જેની સામે ડિલરોએ રજૂઆત કરી હતી કે, મુદ્દાઓ રાષ્ટ્રીય સ્તરના છે અને વણઉકેલાયેલા રહે છે. પરિણામે વ્યવસાયની સદ્ધરતા પર નકારાત્મક અસર પડે છે. જેથી આ જાહેરાત કરાઈ છે. તો તમામ ડિલરોને મહિનાના અંત દરમિયાન પેટ્રોલ-ડીઝલનો યોગ્ય સ્ટોક જાળવી રાખવા તાકીદ કરાઈ હતી.

OMC અધિકારીઓએ જણાવ્યુ કે 31મે એ એક પણ રિટેલ આઉટલેટ સપ્લાય બંધ કરશે નહીં.  કારણ કે વેચાણ ચાલુ રાખવું જોઈએ અને ગ્રાહકોને નોન-સ્ટોપ ઈધણ પુરવઠો મળવો જોઈએ જેથી ક્યાંય સમસ્યા ન સર્જાય અને પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનની માગ એક અલગ રીતે રજૂ પણ કરી શકાય. ત્યારે જોવાનું એ પણ રહે છે કે આ રીતે એસોસિએશનની વાત સરકાર સુધી પહોચશે ખરા અને પહોંચી તો સરકાર તેમાં આગળ કઈ વિચારશે ખરા અને માર્જિનમાં વધારો થશે કે પછી આમ જનતા મુશ્કેલીમાં મુકાશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">