Ahmedabad : RSSના વડા મોહન ભાગવત આજે અમદાવાદમા, સાંજે સમાજશક્તિ સંગમ કાર્યક્રમમાં કરશે સંબોધન,જુઓ Video

આજે શુક્રવારે RSS વડા મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવવાના છે. મોહન ભાગવત આજે અને આવતીકાલ એમ બે દિવસ ગુજરાતમાં અલગ અલગ બેઠકો કરશે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર સમાજશક્તિ સંગમ કાર્યક્રમમાં સ્વયંસેવકોને આજે સંબોધન કરશે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 11:34 AM

લોકસભાની 2024ની ચૂંટણી પહેલા RSS ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે. RSS વડા મોહન ભાગવત આજે ગુજરાતની મુલાકાતે આવવાના છે. મોહન ભાગવત આજે  GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સમાજશક્તિ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મોહન ભાગવત આજે અને આવતી કાલે ગુજરાતમાં અનેક બેઠકો કરશે. આજે સાંજે મોહન ભાગવત સમાજશક્તિ સંગમ કાર્યક્રમમાં સ્વયંસેવકોને સંબોધન કરશે. સમાજશક્તિ સંગમ કાર્યક્રમમાં 10 હજારથી વધુ સ્વયંસેવકો હાજર રહેવાની ધારણા છે.

આ પણ વાંચો : Tender Today : અમદાવાદના નિર્ણયનગર અન્ડરબ્રીજ પાસે લેન્ડસ્કેપ ગાર્ડન બનાવવાના કામનું ટેન્ડર જાહેર

લોકસભા ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન એક સૂચક બાબત

RSS દ્વારા અનેક કાર્યક્રમો થતા રહેતા હોય છે. પરંતુ RSSના વડા મોહન ભાગવતનું કોઇપણ જગ્યાએ જઇને શક્તિપ્રદર્શન કરવુ એ હંમેશા સૂચક હોય છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવવાની છે. ભાજપે ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. RSS દ્વારા ભાજપને એક પ્રકારે સમર્થન કરવામાં આવતુ હોય છે. ખાસ કરીને ચૂંટણી સમયે જોવા મળતુ હોય છે કે RSSના અનેક કાર્યકર્તા-સ્વયંસેવકો ભાજપ તરફી કેમ્પેઇન પણ કરતા હોય છે.

જીવનમાં આગળ વધવું હોય તો આ 5 જગ્યાથી બચવા ઈન્દ્રેશજી મહારાજે આપી સલાહ
આ છે નવરાત્રીના 9 રંગ, 9 દિવસ આ રંગની સાડી પહેરી માતાજીને કરો પ્રસન્ન
અરે વાહ ! સસ્તામાં થશે તાંબાના વાસણો સાફ, ચમક એકદમ નવા જેવી લાગશે
પાકિસ્તાનની સૌથી લાંબી નદી કઈ છે? ભારત સાથે છે ખાસ કનેક્શન
હેલિકોપ્ટરને હિંદીમાં શું કહે છે, આજે જાણી લો અસલી નામ
આજનું રાશિફળ તારીખ : 05-10-2024

આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર RSSનું શક્તિ પ્રદર્શન

2024ની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આજે મોહન ભાગવત ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. 14 અને 15 એપ્રિલ એમ બંને દિવસોમાં તેઓ ગુજરાતમાં અનેક બેઠક પણ કરવાના છે. બેઠકોની સાથે આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર તેઓ સંબોધન કરવાના છે. જેમાં 10 હજારથી પણ વધુ કાર્યકરો-સ્વયંસેવકો ઉપસ્થિત રહેવાની ધારણા છે.

વર્ષ 2015 પછી હવે ગુજરાતમાં જંગી સભા સંબોધશે

વર્ષ 2015માં મોહન ભાગવતે ગુજરાતની અંદર જંગી જાહેર સભાને સંબોધન કર્યુ હતુ. ત્યાર બાદ આટલા સમયે ફરી એકવાર મોહન ભાગવત સભા સંબોધન કરવા જઇ રહ્યા છે. કાર્યકર્તાઓમાં નવો જોશ પુરવાની વાત હોય કે પછી સ્વયંસેવકોને એક પ્રકારના ટાસ્ક આપવાની વાત હોય, મોહન ભાગવત હંમેશા કાર્યકરોને પ્રોત્સાહન આપતા રહે છે.

એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા મોહન ભાગવત આવ્યા હતા ગુજરાત

થોડા દિવસ અગાઉ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત અમદાવાદ ખાતે આવ્યા હતા. જેઓ 3 એપ્રિલના રોજ અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે હિન્દૂ મહાસભાના નેજા હેઠળ આયોજિત સંત સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંત સંમેલનમાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. RSS ના વડા મોહન ભાગવત સવારે 9:30 કલાકે શિવાનંદ આશ્રમ પહોંચ્યા હતા. આ સંત સંમેલનમાં આખો દિવસ ચર્ચાઓનો દૌર ચાલ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
g clip-path="url(#clip0_868_265)">