Gujarati Video : અમદાવાદમાં રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી, લાયસન્સ લેવું ફરજિયાત

જેમાં ત્રણ વર્ષની લાયસન્સ ફી 2 હજાર અને પરમીટ ફી રૂપિયા 500  રહેશે . તેમજ દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રકમ ચુકવી રિન્યુ કરવવાની રહેશે. જ્યારે પોલિસી જાહેર થયાના બે મહિનામાં લગાવવો પડશે RFID અને ટેગ. જ્યારે RFID અને ટેગ નહીં લાગેલો હોય તો પશુ દીઠ ૨૦૦ ચાર્જ વસૂલાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 6:24 PM

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર પર નિયત્રંણ માટે નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. જેમાં હવે અમદાવાદમાં પશુ રાખવા માટે લાયસન્સ લેવું ફરજિયાત છે. જ્યારે ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાએ લાયસન્સ ફરજિયાત લેવાનું રહેશે. આ ઉપરાંત પાંજરાપોળ, ગૌશાળા, માન્ય સંસ્થાઓએ લાયસન્સ અને પરમીટ લેવા પડશે. તેમજ કોઇ વ્યક્તિ ઘરે ઢોર રાખવા માગે છે તેને પણ લાયસન્સ લેવું પડશે. જ્યારે AMCએ લાયસન્સ અને પરમીટ માટે ચાર્જ નક્કી કર્યો છે. તેમજ લાયસન્સની મુદત 3 વર્ષની રહેશે. તેમજ લાયસન્સ અને પરમીટમાં દર્શાવેલી સંખ્યાથી વધુ ઢોર હશે તો દંડ થશે .

ઢોર માલિક સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે

જેમાં ત્રણ વર્ષની લાયસન્સ ફી 2 હજાર અને પરમીટ ફી રૂપિયા 500  રહેશે . તેમજ દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રકમ ચુકવી રિન્યુ કરવવાની રહેશે. જ્યારે પોલિસી જાહેર થયાના બે મહિનામાં લગાવવો પડશે RFID અને ટેગ. જ્યારે RFID અને ટેગ નહીં લાગેલો હોય તો પશુ દીઠ ૨૦૦ ચાર્જ વસૂલાશે. તેમજ 4 મહિનામાં ટેગ અને RFID નહીં લાગે તો ઢોરને ડબ્બે પુરવામાં આવશે તેમજ ઢોર માલિક સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">