AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાંથી મળી આવેલા માનવ અંગો મામલે મોટો ખૂલાસો, નિવૃત ક્લાસ 2 અધિકારીએ માનવ અંગો ફેંક્યાની આશંકા

વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાંથી મળેલા માનવ અંગો એક જ વ્યક્તિના હોવાની આશંકાને પગલે પોલીસ તપાસ કરી રહી છે. હત્યા કરી તે ઘરને એસિડથી ધોઈને પૂરાવાનો નાશ કર્યો હોવાનુ પોલીસને જાણવા મળ્યુ છે, CCTVમાં એક વૃદ્ધ થેલી ફેંકતા દેખાયા છે.

અમદાવાદમાં વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાંથી મળી આવેલા માનવ અંગો મામલે મોટો ખૂલાસો, નિવૃત ક્લાસ 2 અધિકારીએ માનવ અંગો ફેંક્યાની આશંકા
Mihir Bhatt
| Edited By: | Updated on: Jul 23, 2022 | 5:10 PM
Share

અમદાવાદના વાસણા(Vasana) અને એલિસબ્રિજ(Elisbridge) વિસ્તારમાંથી અલગ અલગ સમયે મળી આવેલા માનવ અંગોનો કેસ હવે હાઈપ્રોફાઈલ બની રહ્યો છે. પોલીસને  CCTVમાં જે વ્યક્તિ માનવ અંગો ફેંકતા દેખાયો છે તે એક સમયનો ક્લાસ 2 સરકારી અધિકારી હતો. જે હાલ નિવૃત જીવન ગાળી રહ્યા છે. જો કે પોલીસ તેમના સુધી પહોંચે તે પહેલા જ તે ફરાર થઈ ગયો છે. પોલીસને શકમંદ નિવૃત અધિકારીના ઘરમાંથી લોહીના ડાઘ પણ મળ્યા છે અને તપાસમાં ઘરને એસિડથી ધોઈ પુરાવાનો નાશ કર્યાની નિશાનીઓ પણ મળી છે.

શહેરના બે વિસ્તારમાંથી માનવ અંગો મળવાની ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલિકની સૂચનાના આધારે પોલીસ ઈન્સપેક્ટર એસ.જી. દેસાઈએ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પણ ક્રાઈમ બ્રાંચના કેટલાક અધિકારીઓ તપાસમાં જોડાયેલા છે. ક્રાઈમ બ્રાંચની અલગ અલગ ટીમની તપા, દરમિયાન પોલીસને એલિસબ્રિજ વિસ્તારમાંથી કલગી ચાર રસ્તા નજીક જ્યાંથી માનવ અંગો મળ્યા ત્યાંથી સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા.

CCTV ફુટેજમાં એક્ટિવા પર આવેલ વૃદ્ધ થેલી ફેંકતા દેખાયા

સીસીટીવી ફુટેજમાં એક વૃદ્ધ એક્ટિવા પર આવી થેલી ફેંકીને જતા દેખાય છે. પોલીસે એક્ટિવાના નંબરના આધારે તપાસ કરતા તે ખાડિયાના એક વ્યક્તિ હોવાનુ જાણવા મળ્યુ છે. જ્યારે પોલીસે ખાડિયાના તે વ્યક્તિની તપાસ કરી તો ખૂલાસો થયો કે તેણે થોડા સમય પહેલા જ વાહન લે-વેચ કરતા દલાલને એક્ટિવા વેચ્યુ હતુ. પોલીસે એક્ટિવાના મૂળ માલિકને સાથે રાખી વાહન લે-વેચ કરનારા દલાલને ત્યાં પહોંચી ત્યારે પોલીસને વધુ એક કડી હાથ લાગી હતી.

પોલીસ વૃદ્ધના ઘરે પહોંચે તે પહેલા જ  ફરાર

વાહન દલાલે આ એક્ટિવા આંબાવાડીમાં રહેતા એક વૃદ્ધને વેચ્યુ હતુ. સીસીટીવી ફુટેજમાં વૃદ્ધ દેખાતા પોલીસ આરોપીની નજીક પહોંચી હોવાનુ માની રહી હતી. જો કે પોલીસ આ વૃદ્ધના આંબાવાડી સ્થિત સુનિતા સોસાયટીના ઘરે પહોંચી હતી. તે પહેલા જ વૃદ્ધ પોલીસને હાથતાળી આપી ફરાર થઈ ગયો હતો. પોલીસને ઘર નીચેથી સીસીટીવીમાં દેખાતુ એક્ટિવા પણ મળી આવ્યુ હતુ. પોલીસે વૃદ્ધના આસપડોશના લોકોની પૂછપરછ કરી બંધ મકાનનું તાળુ તોડી તપાસ કરી ત્યારે અંદરથી લોહીના ડાઘ પણ મળી આવ્યા હતા.

જેના પરથી હત્યા આ જ મકાનમાં થઈ હોવાની શંકા વધુ પ્રબળ બની છે. મકાનમાં રહેતા વૃદ્ધ પણ ફરાર હોવાનું જાણવા મળ્યુ છે ત્યારે પોલીસ હાલ વૃદ્ધની તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા મુજબ ફરાર આરોપી એસ.ટી. વિભાગમાં ક્લાસ 2 અધિકારી તરીકે નિવૃત થયેલો છે. જો કે સમગ્ર ઘટનામાં વૃદ્ધ મળ્યા બાદ જ કોણે કોની હત્યા કરી તેનો ખૂલાસો થશે.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો કારસો
પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો કારસો
24 કલાકમાં બદલાશે તમારા શહેરનું હવામાન
24 કલાકમાં બદલાશે તમારા શહેરનું હવામાન
'મધર ઓફ ઓલ ડીલ્સથી કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી ?
'મધર ઓફ ઓલ ડીલ્સથી કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી ?
g clip-path="url(#clip0_868_265)">