આર્મી જવાનો સાથે રક્ષાબંધન ઉજવવાના સંકલ્પ સાથે નીકળેલા યુવાનોનું અમદાવાદમાં પરિજનોએ સ્વાગત કર્યું

અમદાવાદ માં વ્હીકલમાં ખામી સર્જાતા રોકાણ દરમ્યાન બંને યુવાનોના પરિજનોએ તેમનું સ્વાગત કર્યું હતું. મુંબઈના અશોક વાડિયા અને વૈભવ માંગેલા કારગિલમાં આર્મી જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવા હેતુ ટુ વ્હીલર સાથે યાત્રા પર નીકળ્યા છે.

આર્મી જવાનો સાથે રક્ષાબંધન ઉજવવાના સંકલ્પ સાથે નીકળેલા યુવાનોનું અમદાવાદમાં પરિજનોએ સ્વાગત કર્યું
Relatives welcome youth in Ahmedabad who determined to celebrate Raksha Bandhan with Army

રક્ષાબંધન(Rakshabandhan) ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે રક્ષાબંધનની લોકો અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે. ત્યારે આવી જ રીતે અલગ પ્રકારે ઉજવણી કરવાનું વિચારનાર મુંબઈના બે યુવાનો(Youth) અશોક વાડિયા  અને વૈભવ માંગેલા ટુ વ્હીલર પર મુંબઇથી કારગિલ(Kargil)યાત્રા માટે નીકળ્યા છે.મુંબઈના બે યુવાનોએ રક્ષાબંધન ઉજવણી અનોખી રીતે કરવાનો સંકલ્પ કર્યો છે.

જેમાં ટુ વ્હીલર સાથે મુંબઈથી કારગિલ યાત્રા કાઢી ઉજવણી કરવાનો તેમણે સંકલ્પ કર્યો છે. જો કે અમદાવાદ(Ahmedabad) માં વ્હીકલમાં ખામી સર્જાતા રોકાણ દરમ્યાન બંને યુવાનોના પરિજનોએ તેમનું સ્વાગત કર્યું હતું. મુંબઈના  અશોક વાડિયા અને વૈભવ માંગેલા કારગિલમાં આર્મી જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવા હેતુ ટુ વ્હીલર સાથે યાત્રા પર નીકળ્યા છે. તેવો અંદાજે 3 હજારથી વધુ કિલોમીટરની તેમની આ યાત્રા કાપી તેઓ કારગિલ પહોંચી જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરશે.

યાત્રા દરમિયાન અમદાવાદ ખાતે પહોંચતા વ્હીકલમાં ખામી સર્જાતા તેમનું ટુ વ્હીલર રીપેર કરાવ્યું સાથે જ જમાલપુર ફાયર સ્ટેશન ખાતે પરિજનોની મુલાકાત પણ લીધી હતી. જયારે આ અભિયાન પર નીકળનાર બંને યુવાનોનું પરિજનોએ ગર્વની લાગણી અનુભવી. સાથે જ કોરોનામાં લોકો ઘરમાં રહીને પર્વની ઉજવણી કરે તેવી પણ સ્વાગત કરનાર પરિવારે અપીલ કરી.

કેમ કે યુવાનોનું માનવું છે કે આર્મી ના જવાનો રક્ષાબંધનની ઉજવણી કરી શકતા નથી. કેમ કે તેમના સુધી રાખડી પહોંચતી નથી અને તેઓ ઘરે જઈ શકતા નથી. જેથી ઉજવણી થઈ શકતી નથી. ત્યારે જવાનો ઉજવણી કરી શકે તે હેતુથી યુવાનોએ આ અનોખું આયોજન કર્યું.

રક્ષાબંધનની ઉજવણી કરનાર યુવાનો અગાઉ ગ્રુપની સાથે કારગિલ જઈને જવાનોને રાખડી બાંધી હતી. જે બાદ પણ તેમણે તેમની યાત્રા આ વર્ષે પણ યથાવત રાખી છે.

એક્ટિવા જેવા ટુ વ્હીલર પર આટલી લાંબી યાત્રા કરવી અઘરી છે તેવું યુવાનોનું માનવું છે. જેમાં યાત્રામાં સાથે સામાન અને રાખડી લઈ જવી અને પેટ્રોલ પુરાવવા સામાન નિકાળવા જેવી સમસ્યા હોવા છતાં પણ તેઓ તેમની યાત્રા પર નીકળ્યા છે. આ જ અનોખો પ્રયાસ બતાવે છે કે યુવાનોમાં આર્મી જવાનોને લઈને કેટલી સંવેદના છે અને તે જ સાચી દેશભક્તિ છે.

આ પણ વાંચો : Har Kam Desh Ke Nam: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કવાયતોનો હિસ્સો રહી ચુકેલા જહાજ ‘અભિક’ને ભારતીય તટરક્ષક દળે પુનઃસ્થાપિત કર્યું

આ પણ વાંચો :  Delhi: કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પક્ષોએ કૂચ કરી, રાહુલ ગાંધીએ કહ્યું “સરકારે લોકશાહીની હત્યા કરી છે”

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati